________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
વિદ્યાષ ર્દુની ચિકિત્સા, एलालवङ्गगजकेसरकोलसर्जलाजाप्रियङ्गुघनचन्दनपिप्पलीनाम् । चूर्णानि मार्कवसितासहितानि लिढा छर्दि निहन्ति कफमारुतपित्तजां च ॥ एलादलानि गजकेसरकत्वचं वा लामज्जकं बदरमज घनं प्रियङ्गुम् । स्यात् चन्दनं मगधजासमन्चूर्णितं च लिढा सितासमं त्रिदोषवमिं जघान ॥ इत्येलाद्यं भेषजम् ।
એલચી, લવંગ, નાગકેસર, ખાર, સર્જ ( રાળનું ઝાડ ), ડાંગરની ધાણી, નખલા, માથ, ચંદન, પીપર, એ ઔષધોનું ચૂર્ણ કરીને ભાંગરાને રસ તથા સાકર એ એની સાથે ચાટવાથી ત્રિદોષથી થયેલી ઉલટી નાશ પામે છે.
એલચી, તમાલપત્ર, નાગકેસર, તજ, પીળા વાળ, ખેરની મીજ, મેાથ, નખલા, ચંદન, પીપર, એ સર્વેને સમાન ભાગે લેઈને તેનું ચૂર્ણ કરીને તેને સાકર સાથે ચાટવાથી ત્રિદોષની ઉલટી નાશ પામે છે.
ઉલટીની શમનાદિ ક્રિયા.
ऊर्ध्वभागगते दोषे विरेकश्च प्रशस्यते ।
तस्मिन् यातेऽप्यधोभागे वमनं शाम्यति ध्रुवम् ॥ अथवा द्विभागगते तदा देयाभया मधु । क्रिमिजं वमनं ज्ञात्वा क्रिमीणां शमनक्रिया ॥
જો વાતાદિ દોષ ઉપરના ભાગમાં ગયા હોય એટલે મુખાદિદારા ઉલટી કરતા હોય તે! તે રોગીને વિરેચન આપવું એ હિતકારક છે; કેમકે વાતાદિ દોષ તેથી કરીને નીચેની તરફ જાય છે અને તેથી ઉલટી શમે છે. પણ જો વાતાદિ દોષ ઉપર અને નીચે અન્ને ભાગમાં ગયા હાય, એટલે ઉલટી અને ઝાડા બન્ને થયાં હોય, તેા હરડે તથા મધ ચટાડવાં. જો કૃમિના ઉપદ્રવથી ઉલટી થઈ હોય તે। જેથી કૃમિ શમે એવું ઔષધ આપવું.
For Private and Personal Use Only