________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સોળમે. પર૩
~~~~~~~ ~~ પિત્તપાપડાના કવાથમાં ગોળ નાખીને તેને ઠંડે પડવા દઈને પાવાથી પિત્ત યુક્ત અને ભ્રમવાળી મહાભયાનક ઉલટી નાશ પામે છે.
કાલી અને કાકમાચી ને ક્વાથ કરીને તેમાં સાકર નાખીને પાવાથી પિત્તની ઉલટી મટે છે.
ડાંગરની ધાણીમાં સાકર નાખીને તે પાવાથી પિત્તની ઉલટી મટે છે.
બીજેરાના રસમાં હરડેનું ચૂર્ણ તથા સાકર નાખીને પીવાથી પિત્તથી થયેલી ઉધરસ તથા ઉલટી એ બન્ને જલદીથી મટી જાય છે.
જે કઈ મનુષ્યને દાહ અને ફેર સહિત ભયાનક પિત્તની ઉલટી થયેલી જોવામાં આવે તે તેને ગરમાળાનાં પાંદડાંને વાથે પા; અથવા તે કવાથમાં મધ સાકર નાખીને તે પાવે; અથવા મધ સાકર સાથે દૂધ પીવું અથવા મેથી અને સાકરની સાથે દૂધ પાવું.
કફની ઉલટીની ચિકિત્સા जम्ब्वाम्रकप्रवालानि दाडिमामलकं तथा । । मस्तुनापेषितं पानं हन्याच्छेष्ममि नृणाम् ॥
सर्जार्जुनधवकदम्बककोलचूर्ण धन्याकशुंठिसहितं सगुडं प्रदद्यात् । श्लेष्मोद्भवं वमनमाशु निहन्ति पुंसां शुंठीकणामधुविडङ्गयुतोऽपि लेहः॥
इति श्लेष्मच्छर्दिचिकित्सा । જાબૂડે અને આંબે, એ બેનાં કુમળાં કુમળાં પાંદડાં, દાડમ, અને આમળાં, એ ઔષધો લાવીને તેને દહીંના પાણી સાથે વાટીને પાવાથી મનુષ્યની કફની થયેલી ઉલટી નાશ પામે છે.
સર્જ અથવા રાળના ઝાડની છાલ, સાદડની છાલ, ધાવડાની છાલ, કદંબની છાલ, બોરડીની છાલ, ધાણા, સુંઠ, એ ઔષધેનું ચૂર્ણ કરીને તે ગોળ સાથે આપવું તેથી કફથી થયેલી ઉલટી જલદી મટે છે.
સુંઠ, પીપર અને વાયવિડંગ, એ ઔષધેનું ચૂર્ણ કરીને તેને મધમાં ચાટવાથી કફની ઉલટી મટે છે.
१ मधुना. प्र० ३ जी. २ शृंगीधना च सहितं प्र० २-३ जी.
' 16
For Private and Personal Use Only