________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~
~~~~~~~~~
૫૦૦
હારીતસંહિતા. --- સર્વને બારીક વાટીને તેની ગાળી સાકર સાથે કરવી. એ ગોળી ખાવાથી પિત્તની તરસ મટે છે.
ચોથે ઉપાય, द्राक्षोत्पलं सयष्टीकं शस्तं चेक्षुरसेन हि ।
पीतं पित्तोद्भवां तृष्णां हन्ति दाहं च पित्तजम् ॥ દ્રાક્ષ, કમળ, જેઠીમધ, એ સર્વનું ચૂર્ણ કરીને શેરડીના રસ સાથે પીવાથી પિત્તની તરસ મટે છે તથા પિત્તથી થયેલે દાહ પણ મટે છે.
પાંચમો ઉપાય, आकण्ठं शर्करायुक्तं क्षीरं युक्त्या पिबेन्नरः। वमनं च तदा कुर्याद्धन्ति तृष्णां च पैत्तिकीम् ॥ સાકર અને દૂધ એકઠું કરીને તેને તરસવાળા મનુષ્ય વિધિ પ્રમાણે ગળા સુધી ખૂબ પીવું અને પછી ઉલટી કરવી. એવી રીતે ઉલટી થયાથી પિત્તની તરસ મટી જશે.
છો ઉપાય, लोष्टप्रतप्ततोयं च निर्वाप्य शीतलं कृतम् । पिबेत् तृष्णाविनाशाय जलं वा चन्दनान्वितत् ॥
इति पित्ततृष्णा। માટીને ગોળો ગરમ લાલચોળ તપાવીને તેને પાણીમાં નાખવે. પછી તે પાણી ઠંડું થયા પછી પીવું અથવા તે પાણીમાં ચંદન નાખીને પીવું તેથી પિત્તની તરસ મટે છે.
કફની તરસના ઉપાય, जम्ब्वाम्रकप्रवालानि तथा लाजा सचन्दनम् । धातकीकुसुमानि स्युः पिष्ट्रा सारघसंयुतः॥ श्लेष्मतृष्णापहो लेहो दाहमूर्छाभ्रमापहः । पिबेश्चाढकियूषं च लाजाशर्करयान्वितम् ॥
For Private and Personal Use Only