________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચૌદમા.
શ્વાસ
ઉપર કહેલા ત્રણે એટલે મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ અને એ ત્રણે શ્વાસ અસાધ્ય છે તથા તેથી એ ત્રણે રોગીના પ્રાણ હરનાર
છે એમ જાણવું.
તમકથાસનું લક્ષણ,
मोहतृष्णाप्रपन्नश्च प्रताम्यति विनिद्रितः । शयने वासने वापि न सुखं शीतले भवेत् ॥ शुष्कास्यो लालां वमते ललाटे स्वेदमाप्नुयात् । उद्वृत्ताक्षो भवेद्दीनस्तमः कष्टेन सिध्यति ॥
તમક શ્વાસવાળાને મૂર્છા થાયછે, તરસ ઘણી લાગે છે, રતા હોય ત્યારે પણ શ્વાસની વેદનાથી આકુળ વ્યાકુળ થાયછે અને તેથી ઉંધ આવતી નથી. ઠંડી જગામાં અથવા ઠંડા વખતમાં તેને રાગની વૃદ્ધિ થાયછે અને બિછાના ઉપર સૂતાં કે આસન ઉપર બેસતાં પણ તેને સુખ ઉપજતું નથી. તેનું મોઢું સૂકાઇ જાયછે; તેમાંથી લાળ અથવા પાતળા અને ચીકણા કંકુ નીકળે છે. તેના કપાળ ઉપર પરસેવા થાયછે. તેની આંખા ઊંચી ચઢી જાયછે. તથા તે રાગી દીન થઇ જાયછે. એવાં લક્ષણવાળે તમકશ્વાસ મહાટે કરીને મટી શકે એવા છે.
દ્રશ્વાસનું નિદાન.
त्रासात्क्रोधांच्च वयसा शीतवातातपादिषु । ज्वरेण वेदनातोपि जले मजंस्तथा पुनः ॥ दाहात्प्रधानेनापि रूक्षान्नात्यशनादपि । कोष्ठे ऽत्युदीर्यते वायुस्तेन क्षुद्रः प्रजायते ॥ इति श्वासनिदानम् ।
૫૦૯
For Private and Personal Use Only
ત્રાસથી, ક્રોધથી, વૃદ્ધ અવસ્થા થવાથી, ઠંડા વાયુથી, તડકામાં ક્રૂરવાથી કે બેસવા વગેરેથી, તાવથી, કોઇ પ્રકારની વેદના થવાથી, પાણીમાં ડૂબીને નીકળવાથી, દાઝવાથી, દોડવાથી અને રૂક્ષ અન્ન ઘણું ખાવાથી, કાઠામાં વાયુ કાપે છે તેથી ક્ષુદ્રશ્વાસ ઉત્પન્ન થાયછે.
૧ મુલૢ વૈ શીતરે મવેત્. ૬૦૨ નૌર્ તમસા ૬, ૬૦ ૧ સી.