________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૦
હારીતસંહિતા.
*********
एतैलिङ्गैस्तु संयुक्तां छर्दि दूरे परित्यजेत् । असाध्या सर्वयोगैस्तु साप्यजीर्णात्सुधीमता ॥
इति छदिलक्षणम् । જેને અજીર્ણથી ઉલટી થઈ હોય તેને હાથે પગે ખાલી ચઢે છે તથા ગેટલા ચહે છે. અજીર્ણની ઉલટી સ્નિગ્ધ અને રૂક્ષ એવા બે પ્રકારની છે. એ ઉલટીમાં રેગીની આંખે ઊડી ઉતરી જાય છે અને તે એકે છે. તેને ઝાડે બંધ રહે છે કે કાંતિ અતિસાર થાય છે. શરીરે ખાલીઓ ચઢી જાય છે અને પેટમાં ચૂંક આવે છે. મેઢે શોષ પડે છે, રોગી બેભાન થઈ જાય છે. તેનાં અંગ વિકળ થઈ જાય છે તેને ફેર આવે છે તથા તે પોતાની આસપાસના આખા જગતને ફરતું દેખે છે. તેના માથામાં પીડા થાય છે. તે અત્યંત ધ્રુજે છે તેના હાથ તથા પગ ટાઢા હીમ જેવા થઈ જાય છે. એવાં ચિન્હથી યુક્ત ઉલટીવાળા રોગીને આઘે. થીજ પડતું મૂકે, અર્થાત તેની ચિકિત્સા કરવી નહિ. એ ઉલટી ગમે તેવા ઉપાયથી પણ મટતી નથી, તેને બુદ્ધિમાન અજીર્ણથી થયેલી છે એમ જાણવું.
વાયુની છર્દિને ઉપાય, सपञ्चमूलीकथितः कषायः ससैन्धवं चामलकं च कल्कः। काथं पिबेन्मिश्रितपिप्पलीकं सवातच्छविनिवारणं च ॥
પંચમૂળીને વાથે કરીને તેમાં આમળાં તથા સિંધવનું કટક નાખવું. તથા પીપરનું ચૂર્ણ નાખવું. એ વાથે પીવાથી વાયુની ઉલટી મટી જાય છે.
પિત્તની છદિને ઉપાય. दद्यात् क्षीरं शर्करया नरस्य पित्तोद्भुतां वांति शीघ्रं निहन्ति । द्राक्षा वापि क्षीरविदार्या विचूर्ण
लेहो हन्ति सारघेणापि वांतिम् ॥ પિત્તથી ઉલટી થઈ હોય તેને સાકર સાથે દૂધ પાવું; તેથી તેની પિત્તથી થયેલી ઉલટી તરત બેશી જાય છે, અથવા દ્રાક્ષ અને સફેદ ભોંય કોળાનું ચૂર્ણ કરીને તેને મધ સાથે ચાટવાથી પિત્તની ઉલટી શમે છે.
१ हन्यात्. प्र० २-३ जी. २ क्षीरदार्या. प्र. १ ली.
For Private and Personal Use Only