________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૧૮
હારીતસંહિતા.
अत्यंबुपानाद्भवति पंचमी च वमिस्तथा । कदशनाद्भवते चान्या शृणु तासां हि लक्षणम् ॥
ઉલટીઓના પ્રકાર અનેક છે તથાપિ તેના ભેદનાં લક્ષણો ઉપરથી તેના પાંચ પ્રકાર કરેલા છે. વાયુ, પિત્ત અને કફ્ એ ત્રણ દોષ જાદા જૂદા કાપવાથી થયેલી ઉલટીના ત્રણ પ્રકાર છે. એ દોષોમાંના એ એ દોષ મળવાથી થયેલી ઉલટી બેંજા કહેવાય છે, અને ત્રણ દોષ એકઠા મળવાથી થયેલી ઉલટી સન્નિપાત ઉલટી કહેવાય છે. ઘણું પાણી પીવાથી જે ઉલટી થાયછે તે પાંચમા પ્રકારની છે. વળી એક જાતની ઉલટી નારૂં અન્ન ખાવાથી થાયછે. હવે એ ઉલટીનાં લક્ષણો સાંભળે. વાતાઁદનું લક્ષણ,
इत्पार्श्वशूलं सोद्गारं तथा च बहुफेनिलम् । कृच्छ्रेण वम्यं वमते भुखे 'वैरस्यमावहन् ॥ श्यावास्यनखमुत्क्लेदं रोमहर्ष च वेपते । एतैर्लिंगैस्तु विज्ञेया वातछर्दिर्भिषग्वर ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુના કોપથી થયેલી ઉલટીવાળાને છાતીમાં અને પાસાંમાં શૂળ થાયછે; ઓડકાર આવેછે; જે પદાર્થની ઉલટી થાયછે તે ઘણા રીણવાળા હોયછે અને તેની ઉલટી મહાકરે કરીને થાયછે; તેનું સુખ વિરસ અથવા પ્રી થઇ જાયછે; તેના નખ અને મેાઢાની કાંતિ કાળી પડી જાયછે; તેને ઉલટીના ઉછાળા વારંવાર આવે છે; તેનાં રૂવાં ઉભાં થાયછે તથા તેનું શરીર કંપે છે. હું વૈધ શ્રેષ્ઠ! એવાં ચિન્હ ઉપરથી વાયુની ઉલટી ઓળખવી.
પિત્તાંદેનું લક્ષણ,
सपित्तं हरितं चाम्लं पिपासाभ्रमशोषयुक् । संतापदाहहृद्रोगाच्छर्दि वै पैत्तिकीं विदुः ॥
પિત્તની ઉલટીવાળાને પિત્તસહિત લીલું તથા ખાટું વમન થાયછે. તેને તરસ લાગે છે; ફેર આવે છે; તથા મેઢામાં શેષ પડે છે. વળી તેનું શરીર તપી ઉઠે છે; દાહ થાયછે; અને છાતીમાં દરદ થાયછે. એવાં લક્ષણો ઉપરથી પિત્તની ઉલટી જાણવી.
૧ વૈશ્યતાસન, પ્ર૦ રૂ ની. ૨ ન્માત, પ્ર૦ રૂ ની
For Private and Personal Use Only