________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
હારીતસંહિતા.
पानं हितं निशि सुखोष्णमिदं नराणाम् श्लेष्मोद्धवस्वरविघातविनाशहेतोः॥
इति श्लेष्मस्वरोपघातचिकित्सा। પીપર, મરી, સુંઠ, પીપરીમૂળ, એ ઔષધેનું ગાયના મૂત્રમાં કફ કરવું અને ગેમૂત્ર સાથે પીવું, તેથી કફથી થયેલે સ્વરભેદ મટે છે.
કળથી અથવા તુવેરની દાળનું ઓસામણ કાઢીને તેમાં ઘી તથા સિંધવ નાખીને તે ગરમ હોય તેવું રાત્રે પીવું, તેથી કફનો સ્વરભેદ મટે છે.
ભોંયરીંગણીનાં ફળ, ઈંદ્રજવ, મરી, સુંઠ, હળદર, આંબાહળદર, દેવદાર એ સૌનું કલ્ક કરીને રાત્રે કેશિરિયા (થોડું ગરમ) પાણી સાથે પીવું તે ફાયદાકારક છે. એ વધ કફથી થયેલા સ્વરભેદનો નાશ કરે છે.
ચવ્યાદિ ચૂર્ણ चव्याम्लवेतसकटुत्रिकर्तितिडिकतालीसजीरकतुगादहनैः समांशैः। चूर्ण गुडप्रमृदितं त्रिसुगंधियुक्तं
वैस्वर्यपीनसकफारुचिषु प्रशस्तम् ॥ ચવક, આમ્યવેતસ, સુંઠ, પીપર, મરી, આંબલી, તાલીસપત્ર, જીરું, વંશલોચન, ચિત્રો, એ ઔષધો સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરવું તથા તેમાં તજ, તમાલપત્ર અને એલચીનું ચૂર્ણ ભેળવીને તે ગોળમાં ચાળીને ખાવું. એ ચૂર્ણ સ્વરભંગ, પીનસ, કફ અને અરૂચિ એ રેગમાં ફાયદાકારક છે.
બદરીપત્ર લેહ, बदरीपत्रकल्कं वा घृतभ्रष्टं ससैंधवम् । स्वरभिन्ने तु मनुजे लेह एषः प्रशस्यते ॥ स्वरोपघाते क्षतजे क्षयजे च भिषग्वर ।
प्रत्याख्येयाः क्रियाः कार्या नृणां कष्टनिवृत्तये ॥ બેરડીનાં પાંદડાંનું કલ્ક કરીને તેને ઘીમાં શેકવું. પછી તેમાં સિંધવ નાખીને તેને ઘી સાથે ચાટવું. સ્વરભેદ વ્યાધિમાં એ ચાટણ ઘણું સારું ગણાય છે.
For Private and Personal Use Only