________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨ -~-~~-~~
હારીતસંહિતા. ~~ ~ ~~~~~~~~~~~~~~~
કહેલાં ઔષધોનું કલ્ક તેમાં નાખીને ઘીને પકવ કરવું. એ ધી પીવાના કામમાં ઘણું સારું છે. એ ઘી પીવાથી પાંચ પ્રકારને શ્વાસ તથા. હેડકી નાશ પામે છે..
ભાદિ લેહ, भार्गी च विश्वदशमूलसमा च पथ्या पादावशेषितजलेन परिसूतेषु । क्षित्वा गुडं च पुनरेव ततोभयायाश्चूर्ण तु तत्र विपचे विनियोजितं च ॥ उत्तार्यशीतलमतस्त्रिसुगंधकानि सत्र्यूषणानि सयवाग्रजसंयुतानि । लेहः ससारघयुतोप्यभयान्वितोपि
संहारकः श्वसनकासकरोगयोगान् ॥ ભાગ, સુંઠ, દશમૂળ, તથા તે સર્વની બરોબર હરડે એટલાં ઔષધો લઈને તેને પાણીમાં ચતુર્થેશ પણ રહેતાં સુધી ક્વાથ કરવો. એ કવાથમાં ગોળ નાખીને તેમાં ફરીને હરડેનું ચૂર્ણ નાખીને પાછું તેને ચૂલે ચડાવવું અને પાક કરે. એ પાક જાડ થાય ત્યારે નીચે ઉતારી ઠંડે પડવા દઈને તેમાં તજ, તમાલપત્ર, એલચી, સુંઠ, પીપર, મરી, અને જવખાર, એ બધાનું ચૂર્ણ ભેળવવું. પછી તે અવલેહમાં મધ તથા હરડેનું ચૂર્ણ નાખીને ચાટવો, તેથી તે શ્વાસ અને ખાંસીના રેગને નાશ કરે છે.
ધાસમાં પથ્યાપથ્ય, श्वासेन विदलं सेव्यं न शीतं न विदाहि च ।
ज्वरे प्रोक्तानि पथ्यानि कासे प्रोक्तानि तानि च ।। શ્વાસરોગમાં કઠોળ ખાવું નહિ; ઠંડા પદાર્થ ખાવા નહિ; દાહ કરે એવા પદાર્થો ખાવા નહિ. વળી તાવના રંગમાં જે જે પદાર્થો પથ્ય ગણીને વાપરવાના કહ્યા છે તથા જે જે પદાર્થો ઉધરસના રેગમાં પથ્ય ગણેલા છે તે તે પદાર્થો શ્વાસરોગમાં પણ પથ્થતરિકે ગણીને વાપરવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने श्वास
चिकित्सा नाम चतुर्दशोऽध्यायः ।
For Private and Personal Use Only