________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦.
હારીતસંહિતા,
થાસરોગની ચિકિત્સા श्वासे च नागरं भार्गी पिवेच्चोष्णेन वारिणा ।
अथवा शर्करायुक्तं जयेच्छासं सुदारुणम् ॥ શ્વાસ રોગ થયો હોય ત્યારે સુંઠ અને ભારંગનું ચૂર્ણ કરીને તેને ગરમ પાણી સાથે પીવું. અથવા સાકર સાથે સુંઠ અને ભારંગનું ચૂર્ણ ખાવું. એથી કરીને અતિદારૂણ શ્વાસ મટી જાય છે.
ભાર્ગઆદિ ચૂર્ણ भार्गीफलत्रिककटुत्रयपुष्कराख्यं मांसीसबिल्वलघणानि च कंटकारिः । चूर्ण जलेन कथितेन निहन्ति हिक्कां
श्वासं यकृद्विविधकासविकारहारी॥ ભારંગ, હરડે, બહેડાં, આમળા, સુંઠ, પીપર, મરી, પુષ્કરમૂળ, જટામાંસી, બીલી, સિંધવ, સંચળ, વરાગડું, કાચલવણ, બિડલવણ, રીંગણ એ ઔષધેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી હેડકી, શ્વાસ, યકૃત રોગ, અને જુદા જુદા પ્રકારની ઉધરસના વિકાર, એ સર્વને મટાડે છે.
એલાદિ ચૂર્ણ एलातमालदलनागरवालको द्वौ कृष्णा च भागिसुरसागुरुचंदनानि । चूर्ण सिताधिकमिदं पिब शीततोयैः
श्वासोर्ध्वकं तमकमेव निहन्ति चाशु ॥ એલચી, તમાલપત્ર, સુંઠ, પીળે વાળે, કાળે વાળ, પીપર, ભારંગ, તુળસી, અગર, ચંદન, એ ઔષધોના ચૂર્ણમાં સાકર મેળવીને તેને ઠંડા પાણી સાથે પીવું તેથી ઊર્ધ્વશ્વાસ અને તમકશ્વાસ જલદીથી મટે છે.
१ पिप्पल्य. प्र. ३ जी.
For Private and Personal Use Only