________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૪
હારીતસંહિતા.
જે હેડકી બે બે સાથે આવે છે તે બે સાધ્ય છે. ગંભીર હેડકી કછસાધ્ય છે અને મહતી નામે હેડકી અસાધ્ય છે.
આહારજા હિકાની ચિકિત્સા, आहारजायां वमनं कुर्याद्वा स्वप्नकं नरः। भयाद्वीभत्सकाद्वापि सिध्यते सा द्विजोत्तम ॥ આહારજા હેડકીવાળાને ઉલટી કરાવવી, અથવા ઉંઘાડી દેવો; અથવા હે દ્વિજોત્તમા ભયથી કે બીભત્સ પદાર્થોના દર્શન વગેરેથી પણ એ હેડકી મટે છે.
યમલા હેડકીની ચિકિત્સા, यमला या भवेद्धिका तस्यां क्षीरं तु पाययेत् ।
वमनं वा प्रशस्तं स्यान्नास्वस्थ वमनं हितम् ।। યમલા હેડકી કે જે બે બે છેડે આવે છે તેમાં રોગીને દૂધ પાવું અથવા ઉલટી કરાવવી એ પણ હિતકારક છે. પણ રેગી અસ્વસ્થ હોય એટલે તેના શરીરને ઠીક ન લાગતું હોય-ઘણો હેરાન હેય તે વમન કરાવવું હિતકર નથી.
બીજે ઉપાય, कोलास्थिमजांजनलाजकानां भूनिंबकृष्णामलकीफलानाम् । विश्वौषधं वा कथितं सिताढ्यं पानं च हिकाशमनाय देयम् ॥
બેરના ઠળિયાની બીજ, કાળા સરગવાનું છોડ, ડાંગરની ધાણી,. કરિયાતું, પીપર, આમળા અને સુંઠ એ ઔષધે સમાન ભાગે લઈને તેને ક્વાથ કરીને તેમાં સાકર નાખીને પીવાને આપવું તેથી હિડકાનું દરદ શમે છે.
ત્રીજો ઉપાય, पटोलानां फलं वापि खजूरी क्रमुकं तथा । लेहो हिक्काविनाशाय हितोयं मधुना युतः ॥ मधुकं मधुसंयुक्तं हिकाश्वासनिवारणम् ।
For Private and Personal Use Only