________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨.
હારીતસંહિતા.
વાથી, વેગવડે વાગવાથી, તરસ રોકવાથી, અતિશય ભોજન કરવાથી, ગળામાં રજ જવાથી અને અતિશય મૈથુન કરવાથી મનુષ્યને હિષ્કા (હેડકીને રેગ) તથા શ્વાસ ઉત્પન્ન થાય છે.
હેડકીના પ્રકાર तीव्रज्वरेत्यशनक्षीणतनोस्तु मंदं प्राणात्यये भवति वा चलिते छुदाने । सा पंचधा निगदिता यमला च क्षुद्रा
गंभीरिकाथ महतीति भवन्ति पंच ॥ તીવ્ર જ્વરના વેગથી અથવા અતિશય ખાવાથી અથવા શરીર ક્ષીણ થઈ જવાથી ધીમા વેગવાળી હેડકી ઉત્પન્ન થાય છે, તેમજ પ્રાણુ જતી વખતે ઉદાનવાયુ પિતાના સ્થાનમાંથી ચલિત થાય છે તેથી પણ હેડકી ઉત્પન્ન થાય છે. એવી હેડકીના પ્રકાર પાંચ છે. ૧ યમલા, ૨ ક્ષુદ્રા, ૩ ગંભીર, ૪ મહતી, અને ૫ આહારજા (ખાવાથી ઉત્પન્ન થયેલી) એવા પાંચ તેના પ્રકાર છે.
આહારજાનું લક્ષણ सहसा हारपानेन मध्ये संकुचितोऽनलः। ऊर्ध्वमुद्गिरते वायुं तेन चाहारजा स्मृता ॥
ફાલ્ફાના દિવસે આહાર કરવાથી કે પીવાથી વાયુ એકાએક વચમાંજ સંકોચ પામી જાય છે તે પછી રહી રહીને બહાર નીકળે છે તે આહારજા” હેડકી કહેવાય છે.
યમલાનું લક્ષણ चिरं स्थित्वातिवेगेन कंपयन्ति शिरोगलम् । युग्मकेन भवेद्या तु सा युग्मेत्यभिधीयते ॥
ત રમાનામ#િTI જે હેકી એકવાર આવ્યા પછી ઘણું વારે આવે; તથા આવતી વખતે માથું અને ડોકું કંપાવી નાખે; તેમ જે બેબે સાથે આવે તેને યમલા નામે હેડકી કહે છે.
For Private and Personal Use Only