________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
હારીતસંહિતા.
कुसुममुकुरवस्त्रं पूगतांबूलपत्रम् ममलकमलजातं रम्यकिञ्जल्कपुष्पम् । कलशवसनपाणिस्वर्णमुद्राविभूषा
करतलधृतमेतत् सौख्यकर्ता हि दूतः॥ જે દૂતના હાથથાં ફૂલ, દર્પણ, વસ્ત્ર, સોપારી, નાગરવેલનાં પાન, નિર્મલ કમળ, રમણિક પરાગવાળું પુષ્પ, કલશ, લૂગડું, સેનાની મહોર, અલંકાર, એમાંનું કોઈ હોય તે તે દૂત રેગીને સુખકર્તા છે એમ જાણવું. आगत्योदीच्यपूर्वामथ वरुणदिशमैशीमाश्रित्य शान्ति दृष्ट्वा वैद्यं प्रहस्य प्रवदति निपुणं नातिनीचं नचोच्चम् । उत्तिष्ठ त्वं प्रसादं कुरु वचनमिदं सौख्यवाक्यं तनोति प्राज्ञः स्वार्थ प्रकृष्टं सुखमगदकरं रोगिणां वैद्यलाभः ॥
જે દૂત દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ કે ઈશાન એ દિશામાં બેસીને શાન્તપણે વૈવને જોઈને હાસ્યયુક્ત મુખથી બહુ ડાહપણથી બેલે કે જે વચન અતિ ધીમું ન હોય તેમ અતિ મોટેથી કહેલું પણ ન હોય. તે એવું બોલે કે, હે વૈદ્યરાજ તમે ઉઠો અને અમારા ઉપર મેહેરબાની કરે. એવી રીતે જે બુદ્ધિમાન દૂત સુખ ઉપજાવનારું, સારા અર્થવાળું અને ઉત્તમ વચન બેલે તે તેથી રોગીને સુખે કરીને રેગને નાશ થાય તથા વૈધને પણ રોગીને આરોગ્ય થવાથી ધન કીર્તિ વગેરેને લાભ થાય અથવા એવા વચનથી રોગીને વૈધને લાભ થાય.
पूर्वी दिशं समासाद्य प्रशान्तः शान्तया गिरा। वैद्यो वदति लाभाय रोगिणां च सुखावहम् ॥
જે વૈધ પૂર્વ દિશામાં બેસીને શાંત થઈને શાંત વાણીવડે બેલે તે તે લાભકારક છે, અને તે રેગીઓને હિતકર છે.
यश्चागत्योपविष्टोऽपि श्लोकं वाथ सुभाषितम् । वदते शान्तया वाचा सोऽपि लाभाय शान्तये ॥
જે ધ રોગીને ઘેર આવીને બેસે અને પછી લેક અથવા સુભાષિતવાક્ય શાંતવાણીવડે બોલે છે તે પણ રેગીને લાભ કર્તા અને શાંતિ કર્તા છે.
For Private and Personal Use Only