________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય છે.
૩૩
તેને પણ એથી નાશ થાય છે. વળી રક્તપિત્ત, ક્ષય, પાંડુરોગ, હલીમક અને કમળો, એ રેગ પણ એ ઔષધનું સેવન કરવાથી જલદી. થી મટે છે.
બીજે ઉપાય, तण्डुला रक्तशालीनां भागद्वयेन धीमता। भृष्ट्वा तिलांश्च संकुट्य तदर्धेन विमिश्रितान् ॥ भृष्ट्वा तत्सममुद्गांश्च चैकीकृत्वा तु साधयेत् । सिद्धां च कृशरां सम्यक् घृतेन सह भोजयेत् । एकाहान्तारतं यस्तु तीव्राग्निस्तस्य नश्यति ॥
इति तीवाग्निचिकित्सा। રાતી ડાંગરતા ચેખાના બે ભાગ લઈને બુદ્ધિમાન વૈધે તેને શેકવા; તેનાથી અરધા તલ લઈને તેને શેકીને કચરવા તથા ખામાં મેળવવા. તથા તલ જેટલાજ મગ શેકીને તેને પણ તેમાં મેળવવા પછી તે સઘળાની ખીચડી રાંધવી. એ ખીચડી તવાગ્નિના રોગવાળાને એક એક દિવસને આંતરે ખવરાવવી. તેથી તેને તીત્રાશિ નાશ પામે છે.
હરીતક્યાદિ રસાયન हरीतकी हरिहरतुल्यषड्गुणा चतुर्गुणा चतुर्विशालपिप्पली । हुताशनं सैन्धवहिंगुसंयुतं रसायनं हे नृप वह्निदीपनम् ॥
इति हरीतक्यादि । હે વિષ્ણુ અને શંકર સરખા રાજા! હરડેના છ ભાગ લેવા; છાતી, હાથ, નેત્ર અને કપાળ એ ચાર જેનાં વિશાળ છે એવા હે રાજા! ચાર ભાગ પીપરના લેવા, ચિત્રાના ત્રણ ભાગ લેવા; સિંધવના બે ભાગ લેવા; અને હીંગનો એક ભાગ લે. હે રાજન! જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું આ ઔષધ રસાયનરૂપ છે. અર્થાત એ સર્વ ચૂર્ણ કરીને ખાવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
૧ આ શ્લોક ક્ષેપક સરખે જણાય છે.
૩૨.
For Private and Personal Use Only