________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમા
સન્નિપાતારૂં કહેછે તે ચોથા પ્રકાર છે. લાહીથી ઉત્પન્ન થનારા અર્શ પાંચમા પ્રકારના અને સહજ એટલે જન્મ સાથેજ ઉત્પન્ન થયેલા અર્શી છઠ્ઠા પ્રકારના છે. એવી રીતે અર્થની ઉત્પત્તિ છ પ્રકારથી છે. ગુદા ઉપર ઉત્પન્ન થયેલી અર્શની પીડાના એમ છ પ્રકાર જાણવા.
વાતાર્સના હેતુ તથા સંપ્રાપ્તિ
अनशनलघुरुक्षाहारसंसेवनेन कटुलवणविदाही सेवया वातरोधात् । भवति सततविष्ठा विष्टरेणैव हीना कुपितमरुतवेगादर्शसां भूतिरासीत् ॥ अनशनोपविष्टस्य मलमूत्रावधारणे । शीतसंसेवनेनापि गुदजः संप्रकुप्यति ॥ लवणकटुकषायातिक्तसंसेवनेन
अतिलघुतर भोज्याच्छीतलेनानुरोधात् । कुपितमनिलनानापानमार्गेष्वपानं
वितरति रुधिरं वा पानमार्गे मरुत्सु ॥
For Private and Personal Use Only
૪૫૯
ઉપવાસ કરવાથી, ઓછું ખાવાથી, રૂક્ષ ખાવાથી, કડવું ખારૂંદાહ કરે એવું અન્નપાન ખાવા પીવાથી, વાયુના રોધ થવાથી, નિરંતર વિષ્ટાવડે મલિન રહેવાથી અથવા વિદ્યાનો સંચય થવાથી વાયુ પ્રકોપ પામે છે અને તેના બળથી અર્શની દુઃખકારક ઉત્પત્તિ થાય છે. વળી જે માણસથી ખવાતું નથી તથાપિ ઝાડાની હાજત લાગવાથી તે માટે જે જાય છે, અથવા જે માણસ મળ અને મૂત્રના વેગને રોકે છે, અથવા જે ઠંડા પદાર્થોનું સેવન કરે છે, તેના અર્થ કાપે છે. વળી ખારૂં, તીખું, તુરૂં અને કડવું ખાવા પીવાથી, અતિશય ચેોડું ખાવાથી, શીતલ પદાર્થનું અતિ સેવન કરવાથી, અને એવાંજ ખીજાં કારણોથી અપાનવાયુ કાપે છે અને તેથી અપાનવાયુના જૂદા જૂદા માર્ગમાં વાયુ કરીને તે અપાન સ્થાનમાં લોહીને આણે છે. એવી રીતે અર્થમાં લેહી ઉ ત્યન્ન થાય છે.
૧ અનાસનો પ્ર૦ ૨ નૉ.