________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
હારીતસંહિતા.
મરી એક ભાગ, સુંઠ બે ભાગ, ચિત્રો ત્રણ ભાગ, સુરણ ચાર ભાગ, એવી રીતે ક્રમે કરીને વધતા વધતા ભાગ લઈને તેનું ચૂર્ણ કરવું. પછી તે સર્વની બરોબર ગેળ તેમાં નાખવે, અને તેની એક એક તોલાની ગેળીઓ કરીને ખાવી. એ ગાળી સઘળા પ્રકારના અર્શગને નાશ કરે છે; ઉદરના કે જઠરાગ્નિસંબંધી રોગને પણ નાશ કરે છે, ગુલ્મોગને મટાડે છે; શૂળને મટાડે છે; મનુષ્યોના રક્તપિત્તને દૂર કરે છે તથા શરીરે પુષ્ટિ કરે છે.
સૂરણપિંડ, शुष्कः सूरणकन्दो लोहितवर्णेन यो भवेन्मतिमन् । खंडं खंडं कृतमपि संशुष्कान् षोडशान् भागान् ॥ तस्यार्धेन च तुलिता चित्रकशुण्ठी च तत्र संयोज्या। मरिचस्य चैकभागो गुडेन बद्धस्तु मोदको मनुजैः ॥ भक्षित एव हि गुणवान् निहन्ति सकलान गुदामयान त्वरितम्। अग्नेर्दीपनमुक्तं हंति च गुल्मांश्च जठररुजम् ।
તિ મૂળવિઠ્ઠ: તીખા સૂરણનો કંદ રાતાવણને હોય તેને લાવે. પછી હે બુદ્ધિશાળી વૈદ્ય ! તેના નાના કટકા કરીને સૂકવવા અને સૂકાયેલા કટકાના સોળ ભાગ લેવા. તેના અર્ધ પ્રમાણમાં એટલે આઠ ભાગ ચિત્રો તથા સુંઠ લઈને તેમાં મેળવવાં. એક ભાગ મરી તેમાં મેળવવાં. એ સર્વના ચૂર્ણમાં બમણે ગોળ નાખીને તેના લાડુ એક એક તેલાના કરવા. એમને એક એક લાડુ ખાવાથી તે ગુણ આપે છે તથા સઘળા પ્રકારના ગુદાના રોગને જલદીથી નાશ કરે છે. વળી તે જઠરાગ્નિનું ઉદીપન કરે છે અને ગુલ્મ તથા જઠરોગને તે નાશ કરે છે.
ભીમ વટક, त्रिफलमगधजानां मूलतालीसपत्रं कृमिरिपुमगधनां पुष्करं चेत् समांशः।
૧ ત્રિકમત, રૂ. ૧ સ્ત્રી.
For Private and Personal Use Only