________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમો.
४७८
અને તે સર્વને અગ્નિ ઉપર ચડાવીને ઉકાળવું. જ્યારે ચતુર્થી પાણી રહે ત્યારે તે પાણીને ગાળી લઈને તેમાં ર૦૦ તેલા લોહચૂર્ણ અને ૩૨ તલા ઘી નાખવું તથા તે સર્વને એકઠું હલાવી દેવું. પછી તેમાં હરડે, બહેડાં, આમળાં, સુંઠ, પીપર, મરી, ચિત્ર, સિંધવ, સંચળ, વરાગડુ, કાચલવણ, બિડલવણ, સમુદ્રલવણ, જવખાર, સાજીખાર, વાયવિહંગ, એ પ્રત્યેક ઔષધ સરખે ભાગે એટલે ચાર ચાર તેલા નાખવાં. સોળ તેલા વરધારા અને સોળ તલા કાળી મુસળીનું ચૂર્ણ નાખવું. તીખા સૂરણના કંદનું સૂકું ચૂર્ણ બત્રીસ લા નાખવું. એ સર્વ નાખીને તે અવલેહને સારી રીતે હલાવીને એકત્ર કરે તથા પછી ચુલા પરથી નીચે ઉતારીને ઠંડે પડ દે. ઠંડે પડ્યા પછી તેમાં બત્રીસ તેલા મધ નાખવું. આ તૈયાર થયેલા અવલેહને રીઢા વાસણમાં ભરી નાખીને દરરોજ સવારમાં બીજું કાંઈ ખાતાં પહેલાં તેમાંથી એક તેલા જેટલી માત્રા લઈને અર્શ રોગવાળાએ ખાવું. એ ખાવાથી બધા પ્રકારના અર્શ, ગ્રહણગ, કમળો, રાજય, ગુલ્મ, કૃમિરોગ, પથરી, મંદાગ્નિરેગ, પ્રમેહરગ, લોહીવિકાર, તથા ક્ષય, એ સર્વે રોગને નાશ થાય છે અને બળની તથા કાંતિની વૃદ્ધિ થાય છે. વળી આયુષ્યની વૃદ્ધિ થાય છે; વૃદ્ધાવસ્થાને લીધે શરીર ઉપર ત્વચામાં જે કરચલીઓ પડી હોય છે તથા પળિયાં આવ્યાં હોય છે તે પણ મટી જાય છે તથા એ રસાયનના વેગથી મનુષ્યમાં હાથીના જેટલું બળ આવે છે.
રક્તાર્શના ઉપાય. रक्तार्शसामुपाचारं वक्ष्यामि शृणु पुत्रक!। प्रातस्तिलान् भक्षयेच्च नवनीतविमिश्रितान् ॥ सितानागरकैर्युक्तं नवनीतं सशर्करम् । केसरं मातुलुङ्गस्य विडङ्गं शर्करायुतम् ॥ भक्षेत् कूष्माण्डकालेहं नवनीतेन शर्कराम् ।
एतेन रक्तगुदजान् शमयन्ति विचक्षणाः ॥ હે પુત્ર! હું તને રક્તાર્શના ઉપાય કહું છું તે સાંભળ. સવારના
૧ નારિ. ૫૦ રૂની.
For Private and Personal Use Only