________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
હારીતસંહિતા.
દિથી કાપીને પછી બુદ્ધિમાન વૈધે ક્ષારથી તેને ડામવા. ક્ષારવડે ડામેલી જગે રંગ પાકા જાંબૂડા જે થાય તે સારે ગણાય છે. યંત્રથી કાપેલી જગએ સૂરણને ક્ષાર અથવા કેળને ક્ષાર અથવા કદંબ અથવા કમળ અથવા ખાખર અથવા કાંકેલી અથવા અઘાડે, એમાંથી કેઈપણ ઔષધીના ક્ષારથી ડામવું, તથા તે ઉપર ઘી ચોપડવું. ક્ષારથી દગ્ધ કરેલી જગાએ ઘી અથવા માખણ ચોપડવું હિતકારક છે.
અને ધૂણી દેવાને પ્રકાર कुष्टं पथ्या तथा निम्बपत्राणि च मनःशिला ॥ तस्मान्मधु घृतं मिश्रं निधूमाङ्गारके क्षिपेत् ।
धूपयेद् गुदजांस्तेन यथा सम्पद्यते सुखम् ॥ ઉપલેટ, હરડે, લીંબડાનાં પાંદડાં, મનશીલ, મધ અને ઘી, એ સર્વને એકત્ર કરીને ધૂમાડા વગરના અંગારા ઉપર નાખવું તથા અર્શરિગવાળાએ અને ધૂમાડે લાગે એવી રીતે બેસવું અને ઘણી લેવી. તેથી અર્શ મટે છે અને સુખ થાય છે.
મનશીલ વગેરેને ધૂપ मनःशिला सनागरं सगुग्गुलं ससार्षपम् । सदेवदारु पौष्करं विशल्यर्जिकै रसम् ॥ घृतेन धूपयेद् गुदं गुदामयं भगन्दरम् । निहन्ति दुष्टपीनसं वणं सपूयगन्धिकम् ॥
મનશિલ, સુંઠ, ગુગળ, સરસવ, દેવદાર, પુષ્કરમૂળ, વિશલ્યા, રાળ, એ ઔષધોમાં ઘી મેળવીને ગુદાએ ધૂમાડો દે. એથી ગુદાન અશરેગ, ભગંદર, પીનસ અને ગંધાતું તથા પરૂવાળું વ્રણ, એ સર્વે મટે છે.
નિર્ગુડી વગેરેને ધૂપ, निर्गुण्डीदलनिम्बपत्रहरितालं सार्षपं चूर्णकं देवाडं घृतशर्करामधुयुतं धूपं भगंदारके । दुर्नामे सरुजे व्रणे च विषमे दुष्टे विसर्पेषु च पामापीनसकासनाशनकरो धूपो ग्रहोच्छेदनः॥ નગેડનાં પાંદડાં, લીંબડાનાં પાંદડાં, હરતાલ, સરસવનું ચૂર્ણ, દેવદાર,
For Private and Personal Use Only