________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા
વાગવાથી, તથા ભાર ઉંચકીને ચાલવાથી, છાતીમાં ચાંદી પડે છે અને તેથી ઉધરસ થાય છે. ક્ષત કે ચાંદીથી ઉધરસ થાય છે ત્યારે છાતીમાં પીડા થાય છે. લૂખી ઉધરસ આવે છે તથા વખતે ઉધરસની સાથે લેહી પડે છે, શ્વાસ ચડે છે, અંગ ગળે છે, દીનપણું પ્રાપ્ત થાય છે તથા ઝીણે તાવ આવે છે, શરીર કંપે છે, સાંધાઓ ફાટી જતા હોય તેવી વેદના થાય છે, મૂછ થાય છે અને ફેર આવે છે. એવાં લક્ષણવાળે કાસ ક્ષતથી થયેલે જાણ. એ કાસ જે મનુષ્યને થયું હોય તેના તે પ્રાણ લે છે.
રોકાસનું લક્ષણअत्यायासात्क्षतात्क्षीणात्संतापाद्रक्षभोजनात् । पतनाघातयोगेन जायते रक्तजः कफः ॥ विनगन्धास्यहृच्छूलदीनो वै विकलेन्द्रियः । रक्तनिष्ठीवनोपेतः सश्वासोपि मदातुरः ॥ क्षीयते सततं गात्रं मोहस्तृष्णा च जायते । इत्येतैर्लक्षणैर्युक्तं रक्तकासं विनिर्दिशेत् ॥
इति रक्तकासलक्षणम् । જે માણસ અતિશય શ્રમ કરે છે, જેની છાતીમાં ક્ષત થયું હોય છે, જે ધાતુક્ષય થવાથી ક્ષીણ થઈ ગયું હોય છે, જે અતિઘણે સંતાપ કરે છે, જે રૂક્ષ ભજન કરે છે તથા જે પડવાથી પછડાય છે, તેને રક્તથી ઉત્પન્ન થયેલી ઉધરસ થાય છે. તે માણસના મુખને વાસ કહોવાણ જે આવે છે, તેની છાતીમાં શી થાય છે, તેની આકૃતિ દીન કે ઉત્સાહ વગરની હોય છે, તેની યેિની શક્તિ ઘટી જવા લાગે છે, તેને ગળફે લેહી પડે છે, બેલતાં ચાલતાં શ્વાસ ચડે છે અને અમથે. બેઠો હોય ત્યારે પણ ક્યા કરે છે, તેણે કેક કરી હોય તેમ તે ઘેરાયેલ રહે છે, તેનું શરીર રાતદિવસ ઘટતું જાય છે, તેને મૂછ આવે છે અને તરસ લાગે છે. એવાં એવાં લક્ષણો ઉપરથી વૈધે જાણવું કે એ રેગીને રાકાસ અથવા લેહીની ઉધરસ થયેલી છે.
ક્ષયકાસનું લક્ષણ, अथ क्षयानुमानेन लक्ष्यते कासलक्षणम् । पाण्डुरोगे तथा यक्ष्मे गुल्मे वापि क्षतक्षये ॥
For Private and Personal Use Only