________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
હારીતસંહિતા.
सदाहाश्च विचित्राश्च पीता नीलावभासिकाः। लोहितं स्रवते सोष्णं पित्तेन गुदजा मताः। सघनाः कठिना श्वेताः पाकिनो विविबंधिनः। शीताः कण्डूमतः स्थूलाः कफेन गुदजाः मताः॥ सदाहाः सरुजः श्यावाः कण्डुशोषश्च जायते। स्त्रवते सततं रक्तं स कण्डसृग्भवार्शसः॥ वक्रास्तीक्ष्णाः स्फुटितवदना दीर्घबिम्बीफलाभाः केचित् सिद्धार्थककणनिभाः कोलखर्जूरकाभाः। कर्कन्ध्वाभाः कुरबकसमाः केचिदम्भोजबीजाः प्रायोऽपाने विहितमनुजे सम्भवश्वार्शसांच॥
વાયુથી થયેલા અર્થમાં ગુદામાં ચળ આવે છે, તે અર્શમાંથી લોહી નીકળે છે. તેમનું મોટું કરમાઈ ગયેલું હોય છે, તથા તે અતિ રૂક્ષ હોય છે. વળી તે કરકરા, નાના મોટા તથા વાંકાચૂકાં અને લાંબા હોય છે.
પિત્તથી થયેલા અર્થમાં દાહ થાય છે, તેમને રંગ પીળે તથા નિલે, તથા વિચિત્ર હોય છે, તેમજ તેમાંથી ગરમ લોહી ઝરે છે.
જે અર્શ ઘન, કઠણ, ધોળા, પાકે એવા, ઠંડા તથા ચળવાળા હોય છે તેમને કફથી થયેલા અર્શ જાણવા. એ અર્થમાં ઝાડા બંધકષ્ટ થાય છે. ' લોહીથી થયેલા અર્થમાં દાહ થાય છે અને પીડા થાય છે, તેમને રંગ કાળો હોય છે, તેમાં વલૂર આવે છે અને વલૂર્યા પછી લાહે બળે છે, તેમાંથી નિરંતર લોહી ઝર્યા કરે છે તથા વારંવાર ચેળ આવે છે.
વિશેષ કરીને અપાનવાયુ કોપે છે ત્યારે વાંકા, તીણ, અણુવાળા, ફાટેલાં મોઢાંના, લાંબાં ગિડાં જેવા આકારના, સરસવના દાણા જેવા, બેર જેવા, ખજૂરની પેશી જેવા, ચણઆ બેર જેવા, કુરવકના ફૂલ જેવા, અને કેટલાક કમળકાકડી જેવા અર્શ મનુષ્યોને થાય છે.
અર્ચનાં સ્થાન गुदे नासिके कर्णरन्धे मुखे वा तथा वम नेत्रान्तरे योनिमध्ये।
For Private and Personal Use Only