________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમે.
૪૨૭
બળબીજ, ગોખરૂ, રીંગણ, ભોંયરીંગણ, એ ઔષધને દૂધમાં કવાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને તથા મધ અને સાકર નાખીને પીવું. એ પાન પીવાથી યાદિ રોગવાળાને ફાયદો થાય છે. કમળાને ક્ષયને, પ્રમેહને અને તમામ પ્રકારના તરસના વ્યાધિને, એથી નાશ થાય છે અને જેની ઇંદ્રિય ક્ષીણ થઈ હોય તેને બળ પ્રાપ્ત થાય છે.
પિપલી વર્ધમાનગ. पिप्पली वर्धमानं वा कारयेदुग्धसर्पिषा । आद्यः पञ्च पुनः सप्त पुनरेव नव क्रमात् ॥ एकादशस्त्रयोदशः पञ्चदशस्तथा सप्तदशः स्मृतः ॥ एकोनविंश एकविंशः पृथक पृथकू यथाक्रमम् । एवं क्रमेण वृद्धिः स्यात् कारयेत् शतमात्रया ॥ ततः क्रमेण पुनः पश्चात् यावत् शेषं च पञ्चकम् । भोजयेत् षष्टिकानं तु सर्पिषा मुद्गसंयुतम् ॥ हन्ति पलितवार्धक्यं नरो नागबलो भवेत् । पिप्पली वर्धमानं तु ज्वरे जीणे प्रशस्यते । मन्दाग्नी पीनसेवाथ गुदजे वा तथा पुनः ॥
તે વિષવર્ધમાનનું ! ક્ષયરોગવાળાએ દૂધ અને ઘી સાથે વધતી જતી પીપર ખાવાનો ગ કરે. તે એવી રીતે કે, પહેલે દિવસે પાંચ, પછી સાત, પછી નવ, અગિયાર, તેર, પંદર, સત્તર, ઓગણીશ, એકવીશ, એવી રીતે દરરોજ બે બે વધારે લેવી અને એવી રીતે સે પીપરે એક દિવસે ખાવામાં આવે ત્યાં સુધી વધતાં જવું. પછી પાછા એજ કમે બે બે પીપર કમી કરતાં કરતાં પાંચ પીપર સુધી આવી રહે ત્યાંસુધી ઉતરતાં જવું. એ પીપરનું ચૂર્ણ મધ સાથે ચાટવું તથા તે ઉપર દૂધ અને ઘી પીવું. પિપ્પલી વર્ધમાનયોગ કરનારે સાઠી ચોખાને ભાત, મગ અને ઘી ખાવાં એ પથ્ય છે. એ ગવડે વૃદ્ધાવસ્થાનાં પલિયાં આવ્યાં હોય તે તથા વૃદ્ધાવસ્થા સંબંધી નિર્બળતા નાશ પામે છે અને પુરુષનામાં હાથીના જેટલું બળ આવે છે. જીર્ણજવરમાં આ વર્ધમાન પિપ્પલીને વેગ કરવામાં આવે તે ઘણે ફાયદો આપે છે, તેમજ જઠ
For Private and Personal Use Only