________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય દશમે.
૪૪૮
બરોબર ગાયનું દૂધ લેવું તથા તે બરાબર ચેખાનું ઘેવરામણ લેવું. પછી ધીમા તાપથી ઉકાળીને ચોથે ભાગે દૂધ રહે ત્યારે ઉતારી માળી લેઈને ઠંડું પાડવું. એ સિદ્ધ થયેલું દૂધ મુખમાર્ગ પડતા લેહીવાળા રેગીને પાવું. જે કાનને માર્ગ અથવા નાકને માર્ગે લોહી પડતું હોય તે કાનમાં કે નાકમાં તે ઔષધનાં ટીપાં નાખવાં. એ ઔષધ લેહીને અટકાવે છે, ખાંસીને મટાડે છે, ઘા વાગવાથી લોહી નીકળતું હોય તેને અટકાવે છે, તેમજ શ્વાસ, લોહીની ઉલટી, મોહ અને ભયંકર ઉન્માદ, એ રોગને મટાડે છે.
રક્તપિત્તને સામાન્ય વિધિ, नासाप्रवृत्ते नस्यं स्यान्मुखे पानं विधेयकम् । कर्णे नेत्रे पूरणं च गुदमार्ग निरूहणम् ॥ दाडिमफलत्वचं वा चूर्ण लिह्यात् सितायुतम् । पद्मकिचल्कचूर्ण वा लिह्याद्वा सितया पुनः ॥ सुखप्रवृत्तरुधिरं रुणझ्याशु वमि क्लमम् ।
श्वासशोषौ भ्रमं तृष्णां नाशयत्याशु निश्चयम् ॥ - નાકથી રૂધિર પ્રવૃત્ત થતું હોય તે નસ્ય આપવું; મુખથી વેહેતું હોય તે ઔષધ પીવું; કાન કે નેત્રથી વેહેતું હોય તે તેમાં ઔષધ પૂરવું, ગુદમાર્ગ વેહેતું હોય તે નિરૂહબસ્તિ આપે.
દાડિમના ફળની છાલનું ચૂર્ણ સાકર સાથે ચાટવું. અથવા કમળના પરાગનું ચૂર્ણ સાકર સાથે ચાટવું, તેથી મુખમાર્ગે પ્રવૃત્ત થયેલું રૂધિર અટકે છે, ઉલટી મટે છે અને શ્રમ દૂર થાય છે. વળી શ્વાસ, શેષ, ભ્રમ, તરસ, એ સર્વ રોગ પણ એ ઔષધથી મટે છે એમાં સંદેહ નથી.
જંબુપલ્લવાદિ. जंम्बाम्रपल्लवानि स्युहरीतक्या युतानि तु ।
मधुशर्करया युक्तमास्यलोहितवारणम् ॥ જાંબૂડાનાં પાંદડાં, આંબાનાં પાંદડાં અને હરડે, એ સર્વેનું કક મધ અને સાકરસાથે ખાવાથી મુખમાર્ગ નીકળતું રક્ત અટકે છે.
For Private and Personal Use Only