________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય દશમે.
૪૫૧
मेदे द्वे भृगुचन्दनं मधुरसाः श्यामाः समांशास्त्वमी ॥ पक्त्वा गोपयसा दधी च तुलितं चाज्यं चतुर्थाशक मत्स्यण्डी मधुरं च सिद्धमिति चेत् पानं प्रशस्तं नृणाम् । स्त्रीणां चापि हितं निहन्ति रुधिरं पित्तं गुदे वा भगे मेढ़े चापि च रोमकूपकपथे वृत्तं निहत्यस्रजम् ॥ एतद् द्राक्षामिधानं घृतमपि विहितं रक्तपित्ते ज्वरे वा वातासृग्योनिशूले भ्रममदशिरसोन्मादरक्तप्रमेहे । पित्तासृगजातकुष्ठे क्षयक्षतरुधिरे राजयक्ष्मन्न पाण्डौं पानेबस्तौ च नस्ये हितमपि मनुजे क्षाश्चित चात्रिणा च ॥
કૃતિ દ્રાક્ષારિતા દ્રાક્ષ, જેઠીમધ, વિદારીકંદ, ખજૂરી, ગળીનાં મૂળ, મજીઠ, ત્રિફળા, કાકેલી, ફીરકાકોલી, રીંગણ, ભોંયરીંગણી, અરડૂસે, સેવતી ગુલાબ, મેંદા, સફેદ ચંદન, જાઈનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં, હરડે, ઘઉંલા, ગળો, આવક, ઋષભ, મેદા, મહામેદા, ભૃગુચંદન, વરિયાળી, કાળી દરો, એ સર્વે ઔષધે સમ ભાગે લેવાં. પછી તેમને તે સૌની બરોબર ગાયનું દૂધ તથા તેટલું જ દહીં તથા તેથી ચોથે ભાગે થી નાખીને પકવ કરવું. ધી માત્ર શેષ રહે ત્યારે ઉતારી ગાળી લેવું, એ ઘીને સાકર નાખીને મધુર કરીને પીવાથી પુરૂષને ફાયદો આપે છે, તેમ સ્ત્રીઓને પણ ફાયદો આપે છે, જે ગુદામાર્ગ કે નિમા લેહી પડતું હોય તે તે આ ઘી ખાવાથી મટે છે, તેમજ લિંગદ્વારા અથવા રૂવાંટાંનાં છિદ્રમાંથી લોહી નીકળતું હોય તેને પણ આ ઘી અટકાવે છે. આ દ્રાક્ષાગૃત નામે ધી રકતપિત્ત, જવર, વાતરક્ત, યોનિશળ, શ્રમ, મદ, માથાના રોગ, ઉન્માદરોગ, રક્તપ્રમેહ, રકતપિત્તથી થયેલા કે, ક્ષયરોગ, વાગવાથી રૂધિર વહેતું હોય તે રેગ, રાજક્ષય અને પાંડુરંગ, એ સર્વને મટાડે છે. વળી તે પીવામાં, બસ્તિ આપવામાં, તથા નસ્ય આપવામાં પણ મનુષ્યને હિતકર છે એમ આત્રેયમુનિએ કહેલું છે.
१ पक्त्वा गोपयसा दार्वी तु रुजिनां चास्ये चर्थाशकं. प्र. १ ली.
For Private and Personal Use Only