________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય દશમે.
૪૪૭
આગ્રાદિ નસ્ય. आम्रास्थिजाम्बोद्भवशर्कराठ्यं नस्य सिताब्यं हितकृन्नराणाम् । नासाप्रवृत्तं रुधिरं निहन्ति हिकासच्छदिश्वसनापदि ॥ - કેરીની ગોટલી, જાંબુડાના ઠલિયાનાં બીજ, એ બેનું ચૂર્ણ કરીને તેમાં સાકરનું ચૂર્ણ મેળવવું. પછી તેને સૂંઘવાથી તે મનુષ્યને ફાયદો કરે છે. નાકમાંથી નીકળતા લોહીને તે બંધ કરે છે તથા હેડકી, ઉલટી અને શ્વાસ એનો નાશ કરે છે.
પલાડુ આદિ નસ્ય, पलाण्डुपत्रनिर्यासं नस्यं नासास्त्रजापहम् । यष्टीमधुमधुयतं चापि नस्यं पित्तास्रजं जयेत् ॥ ડુંગળીનાં પાનાંના રસને નાસ લેવાથી નાકમાંથી નીકળતું લેહી મટે છે. તથા જેઠીમધનું ચૂર્ણ મધમાં નાખીને તે સુંઘવાથી રક્તપિત્ત મટે છે.
વાસાદિ પાનક, वासापत्ररसं विधाय मतिमान् योज्यानि चेमानि तु रोजं चोत्पलमृत्तिकासमधुकं कुष्ठं प्रियङ्ग्वन्वितम् । चूर्ण पुष्परसेन पानकमिदं पित्ताश्रयाणां हितं कासकामलपाण्डुरोगक्षतजश्वासापमर्दी भवेत् ॥
અરડૂસાનાં પાંદડાંને રસ કાઢીને તેમાં બુદ્ધિમાન વૈધે આ ઔષધે નાખવાં, લેધર, કમળની રજ, જેઠીમધ, ઉપલેટ, ઘઉંલા, એ પાંચનું ચૂર્ણ નાખવું. પછી તેમાં મધ નાખીને પીવાથી તે પાનક પિત્તરગવાળાને ફાયદો આપે છે. વળી ખાંસી, કમળે, પાંડુરોગ, રકતપિત્ત અને શ્વાસ એ રોગને તે મટાડે છે.
દડિમ પુષ્પાદિ નસ્ય. रसो हितो दाडिमपुष्पकस्य तथैव किजल्करसोत्पलस्य । लाक्षारसो वा पयसा च नस्यात् प्राणप्रवृत्तं रुधिरं रुणद्धि ॥
ફતિ નાસાવૃત્તપિવિવિત્સ ! જે નાકમાંથી લેહી નીકળતું હોય તે દાડિમનાં ફૂલના રસને નાસ આપવો. અથવા કમળના મકરંદને નામ આપો. અથવા
For Private and Personal Use Only