________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય દશમે.
૪૪૩
થયેલું રક્તપિત્ત અતિશય પીવું, અથવા કાળું અથવા કસુંબાના જેવા રંગનું હોય છે, પિત્તવડે કેવળ પિળા રંગનું રક્તપિત્ત હોય છે એ પણ કેટલાક ધીર વૈદ્યોને મત છે. કફથી થયેલું રક્તપિત્ત ઘાડું, ચેત અને ઘન હોય છે.
રક્તપિત્તની ચીકિત્સા, क्षीणमांसं कृशं वृद्धं बालं वा ज्वरपीडितम् ।।
शोषमूर्छाभ्रमापन्नमविरिच्यमुपाचरेत् ॥ જે મનુષ્યનું માંસ ક્ષીણ થઈ ગયું હોય, જેનું શરીર કૃશ હૈય, જે શરીરે વૃદ્ધ હૈય, જે બાળક હોય, જે જ્વરથી પીડાય હોય, જેને શેષ, મૂછ, કે ભ્રમ થયે હૈય, એવા ઉપદ્રવવાળા રકતપિત્તની ચિકિત્સા કરવી હોય તે તેને વિરેચન ન આપતાં ચિકિત્સા કરવી.
ઉર્વરક્તપિત્તને ઉપાય, निष्पीड्य वा सारसमाददीत क्षौद्रेण खण्डेन युतं च पानम् । नासास्यकर्णे नयने प्रवृत्तं रक्तं तु शीघ्रं शमतां प्रयाति ।।
અરડૂસાનાં પાંદડાને કચરીને તેને રસ કાઢીને તેમાં મધ તથા સાકર નાખીને પીવાથી જે રક્તપિત્ત નાક, મુખ, કાન, તથા નેત્રને માર્ગે પ્રવૃત્ત થયું હોય તે જલદીથી શમી જાય છે.
વાસાદિક કવાથ, वासाकषायोत्पलमृत्प्रियङ्गुरोध्रांजनाम्भोरुहकेसराणि । पीत्वा समध्वासितया च लिह्यात् पित्तासृजं चैवमुदीर्णमाशु।।
અરડૂસાને ક્વાથ મધ તથા સાકર સાથે પીવો. અથવા કમછાની રજ, કાંગનાં મૂળ, લેધર, કાળા કમળની કેસર, એ સર્વને મધ અને સાકર સાથે ચાટવું. તેથી રક્તપિત્ત કેપેલું હશે તે શાંત થશે.
અરડૂસાને ગુણ प्रविद्यमानेपिच वासकेन कथं नरः सीदति रक्तपित्ते । क्षये च कासे श्वसनेऽपि यक्ष्मे वैद्याः कथं नातुरमादरन्ति ।
१ अतिरेचनमाचरेत. प्र. १ ली.
For Private and Personal Use Only