________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૪
હારીતસંહિતા.
જો પૃથ્વીપર અરડૂસા હયાત છે, તે પછી મનુષ્ય રક્તપિત્તથી દુ:ખી શા માટે થાયછે? અને વૈદ્યો રોગીઓના ક્ષયરોગ, ખાંસી, શ્વાસ અને રાજક્ષય, એ રાગે ને શા માટે મટાડતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भिषजो भिषजां मातां पुरस्कृत्य क्रियां यदि । कुर्वन्ति रक्तपित्ते तां क्षये कासे च सिद्धिदा ॥ વૈધમાતા ( અરડૂસા ) તેને આગળ કરીને જો વૈદ્યો ક્રિયા કરે અર્થાત્ અરડુસાનો ઉપયોગ કરે તે રક્તપિત્ત, ક્ષય અને ખાંસી, એ રોગ તે મટાડે.
वासायां विद्यमानायामाशायां जीवितस्य च । रक्तपित्ती क्षयी कासी किमर्थमवसीदति ॥
જો અરડૂસા હાજર છે અને જીવવાની આશા પણુ અમર છે, તા. રક્તપિત્તવાળા, ક્ષયરોગવાળા અને ખાંસોના રોગવાળા શા માટે દુઃખી થાયછે
તાલીસચૂર્ણ.
तालीसचूर्ण वृषपत्ररसेन युक्तं पेयं च सारधयुतं कफपित्तकासे । हन्ति भ्रमं श्वसनमाशुतरं शिरोर्ति भङ्गस्वरे त्वरितमाशु सुखं ददाति ॥
તાલીસ પત્રનું ચૂર્ણ અરડૂસાનાં પાનાંમાં મેળવીને તેમાં મધ નાખીને પીવું. તેથી ક તથા પિત્તની ખાંસી, ભ્રમ, શ્વાસ, અને માથાની પીડા જલદીથી મટે છે તેમ જેને ઘાંટા ખેશી ગયા હોય તે રોગવાળાને પણ એ ઔષધથી ઉતાવળે સુખ થાયછે.
અરડૂસાના બીજો ક્વાથ,
आटरूषकमृद्धीकापथ्याक्वाथः सशर्करः । क्षौद्राढ्यः श्वसनका सरक्तपित्तनिवारणः ॥
અરડૂસી, દ્રાક્ષ, હરડે, એ ઔષધોના ક્વાથ કરીને તેમાં સાકર નાખીને તથા મધ નાખીને પીવા. તેથી શ્વાસ, ખાંસી અને રક્તપિત્ત મટે છે.
For Private and Personal Use Only