________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય દશમે.
૪૪૧
PRIL
एकमार्ग बलवतो नातिवेगं न वोत्थितम् । रक्तपित्तं सुखेनापि साध्यं स्यानिरुपद्रवम् ॥ एकदोषानुगः साध्यो द्विदोषो याप्य उच्ये। असाध्यस्तु त्रिदोषेषु रक्तपित्तः प्रवर्तते ॥ ऊर्ध्वगरक्तपित्तेषु विरेकं कारयेत् सुधीः ।
अधोभागगते रक्ते तदास्य वमनं हितम् ॥ રક્તપિત્તને પ્રપ ચાર પ્રકારને જોવામાં આવે છે અને તેની ગતિ બે પ્રકારની છે. જે રક્તપિત્ત ઉપરના ભાગમાં કેપ પામે છે તે કફ સાથે મળે છે અને નાક, મુખ, તથા કાનનાં છિદ્વારા બહાર પડે છે. એવી રીતે ઉપરના ધારથી જેને રક્ત પડે છે તે રક્તપિત્તને શમાવવા ઈચ્છનાર વૈદ્યને તે સાધ્ય છે. જે રક્તપિત્ત નીચેને માર્ગે ગુદદ્વારા પ્રવૃત્ત થાય છે તે વાયુથી મળેલું જાણવું. એ રક્તપિત્ત કષ્ટવડે મટાડી શકાય છે માટે તેને કષ્ટસાધ્ય જાણવું. જે રક્તપિત્ત ઉપર અને નીચે બન્ને ભાગે થઈને પ્રવૃત્ત થતું હોય તેને વાયુ તથા કફ બન્ને સાથે મિશ્રા થયેલું જાણવું. એ રક્તપિત્તને અસાધ્ય જાણવું; અને કદાપિ એવું રક્તપિત્ત મટે તે પણ અત્યંત મહેનતથી જ મટે છે. જે રક્તપિત્ત ઉપર કે નીચેને એકજ માર્ગેથી પ્રવૃત્ત થતું હોય, તેમજ જે બળવાન પુરૂષને થયું હોય, નવું એટલે થોડા દિવસથી થયું હોય, તેને વેગ અતિશય હેય નહિ, તથા ઉપદ્રવ રહિત હોય તો એ રક્તપિત્ત સુખે કરીને સાધ્ય કરી શકાય છે. જે રક્તપિત્ત એક દોષયુક્ત હોય તેને સાધ્ય જાણવું; જે બે દેષમુક્ત હોય તેને કષ્ટસાધ્ય અથવા વ્યાપ્ય જાથવું અને જે ત્રણ દેપ મુક્ત હોય તે રક્તપિત્તને અસાધ્ય જાણવું. જે રક્તપિત્ત ઉપરને માર્ગે એટલે મુખાદિકારા ગતિ કરનારું હોય તે ડાહ્યા માણસે રોગીને વિરેચન કરાવવું; અને જે રક્તપિત્ત અધેમાર્ગે એટલે નીચેના દ્વારથી ગતિ કરનારું હોય તે રેગીને વમન કરાવવું એ હિતકર છે.
રક્તપિત્તના ઉપદ્રવ रोगक्षीणे स्थविरविकले हीनदौर्बल्यकाये मन्दाग्निर्वा क्षवथुरथवा पाण्डुता दाहशोषः ।
For Private and Personal Use Only