________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સાતમે.
૩૯૯
कुर्याजीर्णगुडे विमर्थ गुटिकां चाक्षप्रमाणामिमां कल्को वातविकारिणां प्रददतः शूलार्शलप्लीहकान् । कासानाहविवन्धमेहहृदयं शूलं निहन्त्याशु वै। एष हिंग्वादिको नाम सर्वशूलार्तिनाशनः । सर्ववातविकारमः सर्वक्षयनिवारणः ॥
હિંગ, સુંઠ, પીપર, મરી,વજ, અજમોદ, છીણીનાં મૂળ, હરડે, જવાની અજમો, પડકયુરો, જીરું, પીપરીમૂળ, દાડમ, પહાડમૂળ, ચવિક, ચિત્રો, આંબલી, આશ્લેવેતસ, (કે ખાટો રસ,) સંચળ, જવખાર, સાજીખાર, સિંધવ, બિડલવણ, એ સર્વને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરવું. પછી બીજેરાના રસમાં તેને ભાવના દેવી અને તેની જૂના ગોળમાં ગેળી કરવી. એ ગોળી એક તોલાની માત્રા પ્રમાણે કરવી. અથવા તેજ પ્રમાણે તેનું કલ્ક કરીને વાયુના રેગવાળાને આપવું. તેથી શળ, અર્શ, બરલ, ખાંસી, પેટ ચડવું, બધશ, પ્રમેહ, છાતીનું શૂળ, એ સર્વ રોગ મટે છે. એ ગોળી કે કલ્કને હિંગ્યાદિક કહે છે અને તે સર્વ પ્રકારના શૂળની પીડાને નાશ કરે છે. વળી તે સર્વ પ્રકારના વાયુના રોગ તથા સર્વ પ્રકારના ક્ષયના રંગને પણ મટાડે છે.
શૂળના ઉપદ્રવ अतीसारस्तृषा मूर्छा आनाहो गौरवोऽरुचिः। श्वासकासौ वमिहिका शूलस्योपद्रवा दश ॥ शूलं सोपद्रवं दृष्ट्वा भिषग् दूरे परित्यजेत् । अनुपद्रवे क्रिया प्रोक्ता भिषजां सिद्धिमिच्छताम् ॥
અતિસાર, તરસ, મછ, પેટ ચડવું, ભારેપણું, અરૂચિ, શ્વાસ, ખાંસી, ઉલટી, અને હિષ્કા એ દશ શળના ઉપદ્રવ જાણવા. એવા ઉપદ્રવાળા શળને જોઈને વૈધે તેને દૂરથી જ તજી દેવું, કેમ કે જે વૈવ પિતાના કર્મની સિદ્ધિ ઈચ્છતા હોય તેણે ઉપદ્રવવિનાના શૂળ ઉપર ક્રિયા કરવી એવી આયુર્વેદાચાર્યોની આજ્ઞા છે.
१ कुर्याजीर्णगुटिकां. प्र० १ ली तथा विजी.
For Private and Personal Use Only