________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
मृद्भक्षणाच्चैव मलं प्रकीर्य स्रोतांसि दुष्यन्ति तन्मृत्तिकायाः । तेनैव नासृक् परिवर्तयन्ति न तर्पयेत्तं वपुषं रसेन ॥ क्षारा कषाया मरुतं च पित्तं संकोपयत्याशु नरस्य मृत्सा । श्लेष्मप्रकोपं मधुरा करोति मृत्सा न जग्धा हितकारिणी स्यात् ।। विकृतिगतबलिष्ठा मारुताद्यास्त्रयस्तु द्युतिबलमधमोजो नाशयन्त्याशु दोषाः। भवति विकलमेवं पाण्डुरोगे शरीरं
हरति जठरवन्हि मृत्तिकाभक्षणेन ॥ હે પુત્ર! માટી ખાવાથી જે મેટ રેગ ઉપજે છે તે વિષે હું તને કહું છું તે તું સાંભળ. માટી ખાવાથી મહામો અને ધાતુને ક્ષય કરનાર પાંડુરોગ ઉત્પન્ન થાય છે. માટી ખાવાવડે ખાધેલી માટી વાતાદિક દોષને વેહેવાનાં સ્ત્રોતસ (મોટી શિરાઓ) ને બગાડે (બંધ કરે) છે અને વાતાદિક દેષને શરીરમાં ફેલાવી દે છે. તથા તેથી જ કરીને લોહી પણ શરીરમાં સઘળે ફરી શકતું નથી તથા પિતાનામાં રહેલા રસવડે શરીરનું પોષણ પણ કરી શકતું નથી. ખારી તથા તુરી માટી ખાધી હોય તો તે વાયુ અને પિત્તને બગાડે છે. મીઠી માટી કફનો પ્રકોપ કરે છે. માટે માટી ખાવી હિતકારક નથી, વાયુ આદિ ત્રણ દેષ વિકાર પામીને બળવાન થાય છે તથા તેથી તેઓ શરીરની કાંતિ, બળ અને ઓજસને નાશ કરે છે. એવી રીતે મારી ખાવાવડે પાંડુરંગ ઉત્પન્ન થઈ રેગીનું શરીર બેતાલ થઈ જાય છે તથા તેના જઠરને અગ્નિ પણ નાશ પામે છે.
પાંડુરોગની અસાધ્યતા, तेनाङ्गिमेहनमुखोदरनाभिदेशे शोथः कफासुगनिलेन कृतातिसारः।
For Private and Personal Use Only