________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૬
હારીતસંહિતા.
તેને વિરેચન ઔષધ આપવાં. રોગનો નાશ કરે એવાં પાન (પીવાનાં ઔષધો ) ચૂર્ણ, અવલેહ, વગેરે ઔષધો આપવાં કે જે રોગીને વિરે ચન કરીને રોગને મટાડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતારૢિ પાંડુઉપર સામાન્ય ચિકિત્સા वातिके पाचनं कुर्यात्पैत्तिके चातिरेचनम् । लैष्मके वमनं श्रेष्ठं क्रिया चेमा भिषग्वरः ॥ વાયુથી થયેલા પાંડુરોગ ઉપર પાચન ઔષધ આપવું; પિતથી થયેલા પાંડુરોગ ઉપર વિરેચન ઔષધ આપવું; કુથી થયેલા પાંડુરોગ ઉપર વન ઔષધ આપવું. હું ઉત્તમ વૈધ ! ત્રણે પ્રકારના પાંડુરોગ ઉપર આ ક્રિયા સમજવી.
વાતાદિ પાંડુઉપર ધૃત
वातेन शुण्ठी सुरसान्वितं तु पित्तेन यष्टीमधुकुष्टयुक्तम् | सत्र्यूषणं त्रैफलमेव पक्कं घृतं च वातादिपदक्रमेण ॥ विपाचने वा वमनेतिरेके योज्यं घृतं दोषनिबर्हणाय । पाने च बस्तौ च हितं नराणां पांड्डामयं कामलनाशनं स्यात् ॥
વાયુથી થયેલા પાંડુરંગમાં સુંઠ, અને તુળસીથી પક્વ કરેલું ધી ખાવાને આપવું, પિત્તથી થયેલા પાંડુમાં જેઠીમધ અને ઉપલેટથી પવુ કરેલું ઘી આપવું, તથા કથી થયેલા પાંડુરોગમાં સુંઠ, પીપર, મરી, હરડે, બેડાં, આમળાં, એ ઔષધામાં પક્વ કરેલું ધી આપવું. એ રીતે વાતાદિ દોષમાં ઉપર કહેલું જૂદાં જૂદાં ઔષધોથી સિદ્ધ કરેલું ધી પા ચન કરવામાં, વખત કરવામાં અને વિરેચન કરવામાં યાજવું તેથી વાતાદિ દોષને નાશ થાય છે. વળી એ ધી પીવામાં તથા અસ્તિ આ ધવામાં પણ મનુષ્યોને હિતકારી છે. અર્થાત તે પાવાથી તથા તેને અસ્તિ આપવાથી પાંડુરોગ અને કમળે મટે છે.
પિત્તપાંડુઉપર વિરેચન,
सशर्करां वा त्रिवृतं पिबेद्यो विरेचयेत्तं कथितांबुनापि ॥
For Private and Personal Use Only