________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમે.
૪૧૮
रसानां वृद्धिकरणं गोधूमयवशालिनाम् ।
कथितानि भिषक्श्रेष्टैर्जाङ्गलानि विशेषतः॥ જંગલનાં પ્રાણીઓનાં માંસ અને તે માંસથી બનાવેલાં ભજનની સેવન કરવાથી રસની વૃદ્ધિ થાય છે. ગળો, આદુ, જવાની અજમો, એ ત્રણ ઔષધને પાણીમાં કવાથ કરીને પીવાથી રસની વૃદ્ધિ થાય છે; દૂધમાં મરી નાખીને ઉકાળીને તે દૂધ રાત્રે પીવું એ હિતકારક છે. કેમકે તેથી રસની વૃદ્ધિ થાય છે અને રસ ક્ષયથી જલદી મુક્ત થવાય છે. ઘઉં, જવ અને ચેખાનાં ભોજન તથા વિશેષે કરીને જંગલી પ્રાણીઓનાં માંસ રસની વૃદ્ધિ કરનારાં છે એમ ઉત્તમ વૈવોનું કહેવું છે.
રક્તની વૃદ્ધિ કરનારા ઔષધ घृतदुग्धसिताक्षौद्रमरिचानि च पिप्पली। पानं शस्तं मनुष्याणां रक्तवृद्धिकरं परम् ॥
इति रक्तवृद्धिकरम् । ઘી, દૂધ, સાકર, મધ, મરી, પીપર, એ ઔષધોનું પાન કરવું એ હિતકારક છે તથા મનુષ્યોના રક્તની વૃદ્ધિ કરનારું છે.
માં વૃદ્ધિ કરનારાં ઓષધ, आनूपानि च धान्यानि लशुनादिषु कल्पयेत् । मधुदुग्धघृतादींश्च सेवयेन्मधुराणि च ।
इति मांसवृद्धिकरम् । પાણથળ પ્રદેશમાં થયેલાં ધાન્ય, લશુનાદિક ઔષધને કલ્ક, મધ, દૂધ અને ઘી વગેરે તથા બીજા મધુર પદાર્થો સેવવાથી માંસની વૃદ્ધિ થાય છે.
મેદની વૃદ્ધિ કરનારાં ઔષધ, रसाश्च जाङ्गलानि स्युः सेवनार्थे भिषग्वर! । सितोपलादिकं चूर्णमजाक्षीरं सकोलकम् । fહત પાનં ક્ષે ચૈવ માતાને
इति मेदोवृद्धिकरणम् ।
For Private and Personal Use Only