________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
હારીતસંહિતા.
સર્વનું ચૂર્ણ કરવું, પછી જીવની ગણનાં ઔષધ (હરણદોડી, કાકોલી, ફીરકાકોલી, મેંદા, મહામેદા, મુગપણું, ભાષપણું જીવક, અષભક) તથા જેઠીમધ એ ઔષધે એક એક તેલ લઈને તેમાં મેળવવાં. અને પછી તેનું ચૂર્ણ કરી એકત્ર કરવું. તેમાં સે પીપરનું ચૂર્ણ કરીને ભેળવવું. અને પચાસ દાણા બારીક ઘઉંના તથા તેટલાજ જવના લઈને તેનું ચૂર્ણ કરીને મેળવવું. તેમજ વાંસકપૂરની બરોબર ધોળા ચોખા તથા તેટલાં જ શીંગડાં એ બન્નેનું ચૂર્ણ કરીને તે પ્રથમ કરેલા ચૂર્ણના અર્ધા ભાગમાં મેળવવું. તથા તે સઘળાંની બરોબર સાકર નાખવી, સાકર સિવાય આ બધા ચૂર્ણને એકત્ર કરીને આંબલીના રસને તેને પણ દે તથા તે પછી ત્રણ વાર દૂધની ભાવના દેવી. પછી પાછળ કહેલી સાકર તેમાં ભેળવીને એક વાર તેને ઘીની ભાવના દેવી. એવી રીતે તૈયાર થયેલા ચૂર્ણને કાચના વાસણમાં કે ધીના રીઢા વાસણમાં ભરી મૂકવું તથા તેમાંથી બે તોલા ચૂર્ણ લઈને મધ સાથે ખાવું. એ ચૂર્ણ પચી જાય ત્યારે નિત્યનું ભોજન કરવું અને તેમાં ખાટું તથા તીખું ખાવું નહિ. જવ, ઘઉં, ડાંગરના ચેખા, અડદ, એ અન્ન રોગીને પથ્ય છે માટે રોગીના જઠરાગ્નિનું બળ જોઈને ઔષધ જવાને વિધિ જાણનાર વૈધે તે અને ખોરાક તે રોગીને આપવો તેથી ક્ષયરોગ મટે છે. આ બલાદિ ચૂર્ણ ક્ષયરોગમાં શ્રમથી થયેલી અશક્તિમાં ઘણાક કાળથી શરીર સંતપ્ત રહેતું હોય તે રેગમાં, માથું દુખવાના રંગમાં, પિત્તના વ્યાધિવાળાને, રૂધિર મટી ગયું હોય તેમને, માર્ગમાં ચાલવાના થાકથી પીડાયેલા મનુષ્યોને, કમળાના રોગવાળાને, શ્વાસગવાળાને, મધુમેહ નામે જે મીઠો પ્રમેહ થાય છે તે રોગવાળાને અને જેની ઇંદ્રિયોની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય તેમને માફક આવે તેવું છે, તથા બળ આપનારું છે. વળી જે સ્ત્રીને ગર્ભ રહેલો હોય તેને તથા તેના ગર્ભને પણ આ બલાદિ ચૂર્ણ પુષ્ટિ કરનારું છે,
ચ્યવનપ્રાશાવલેહ, बिल्वाग्निमन्धस्योनाकाः काश्मरी पाटली तथा ।
शालिपर्णी पृश्निपर्णी श्वदंष्टा बृहतीद्वयम् ॥
* એ ગણનાં ઘણુંક ઔષધ પ્રસિદ્ધ નથી; પણ જે જે ઔષધે મધુર, સ્નિગ્ધ અને ઠંડાં છે, તે સર્વને જીવનયગણમાં ગણેલાં છે માટે દ્રાક્ષ, અખંડ, બદામ વગેરે ઔષધે પણ તેમાં લઈ શકાય.
For Private and Personal Use Only