________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪
હારીતસંહિતા.
मेधास्मृती तथा तेजो वर्धयत्याशु निश्चितम् ॥
सौख्य सौभाग्यदर्शी च वृद्धोऽपि तरुणायते । क्षयरोगविनाशाय कथितं चात्रिणा महत् । च्यवनप्राशनं नाम लेहो ह्यात्रेयभाषितः ॥ इति च्यवनप्राशनं नामावलेहः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીલીનું મૂળ, અરણીનું મૂળ, અલવાનું મૂળ, કાશ્મરીનું મૂળ, પાડળમૂળ, શાલિપર્ણી, પૃથ્રીપર્ણી, ગેાખરૂ, રીંગણી, ભોંયરીંગણી, કાકડાર્સીંગ, અળખીજ, આમળાં, હરદોડી, પુષ્કરમૂળ, દ્રાક્ષ, હરડે, ગળે, મેદા, ચંદન, અગર, પદ્મકાષ્ટ ( કમળકાકડી), અતિખલા, નાગ( ખલા, વક, ઋષભક, માથ, કાકાલી, ક્ષીરકાકાલી, વિદારીકંદ, એ સર્વે ઔષધો ચાર ચાર તાલા લેવાં. હું વૈઘોમાં ઉત્તમ વૈધ ! સારાં પાકેલાં અને રસરિત આમળાં પાંચસે લેવાં. પછી ૧૦૨૪ તાલા પાણીમાં પાછળ કહેલાં ઔષધો તથા પાંચસો આમળાં નાખવાં અને ચોથે ભાગે પાણી શેષ રહેતાં સુધી તેને વાથ કરવા. એક્વાથ તૈયાર થયેથી ગાળી લેવા તથા તેમાંથી આમળાં વીણી કાઢવાં. ગાળી લીધેલા ક્વાથને ક્રી સુલે ચઢાવીને ઉકાળવા અને ફછીએ ચાટે એ ટલા ઘાડા થાય ત્યારે તેને નીચે ઉતારી ઠંડા થવા દેવા. પછી પેલાં આમળાંને તેલમાં અથવા ધીમાં પકાવવાં અને સારી રીતે પક્વ થાય ત્યારે તેને બહાર કાઢીને ભાંગી નાખવાં અને અંદરથી ઠળિયા કાઢી નાખવા. એ પક્વ થયેલા આમળાંના કલ્ક બરાબર સાકરનું ચૂણૅ તેમાં નાખવું તથા સાળ તાલા વાંસકપૂર તેમાં નાખવું. વળી એક હજાર પીપરનું ચૂર્ણ, તજ, એલચી, અને તમાલપત્ર, એ પ્રત્યેકનું ચહું એ એ તાલા નાખવું. હું ઉત્તમ વૈદ્ય! પછી એ સર્વ મિશ્રણ પાછળ કહેલા ક્વાથના લેહમાં નાખવું, અને એકત્ર કરવું. આ અવલેહને ધીના રીઢા વાસણમાં ભરી રાખીને મધની સાથે ચાટવા, તેથી તે મનુષ્યાને રસાયણ જેવા ગુણ આપે છે. એ અવલેહરૂપ રસાયન શ્વાસ, ખાંસી, ક્ષય, પાંડુ અને કમળો, એ રોગોનો નાશ કરે છે. જેમનું શરીર રોગાદિકથી ક્ષીણ થઈ ગયું હોય કે જેમને ક્ષત થવાથી શરીરની ક્ષીણતા થઈ હોય તેમને, બાળકોને અને વૃદ્ધોને એ અવલેહ દેહની વૃદ્ધિ કરનાર છે. વળી તે સ્વરભંગ, તરસ, છાતીનાં દરદ, રક્તપિત્ત, વીર્યના બિગાડ,
For Private and Personal Use Only