________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
હારીતસંહિતા.
મજ્જાક્ષયનું લક્ષણ मजाक्षये कम्पनमेव वास्ति भ्रमः क्लमः स्यादति मन्दचेष्टः शोफो निशाजागरणं च तन्द्रा मन्दज्वरः शोषसमो मनुष्ये ॥
મજજાને ક્ષય થવાથી શરીર કંપે છે, ભ્રમ થાય છે, શરીરે થાક લાગે છે, ચેષ્ટાઓ મંદ થાય છે જે ચડે છે. રાત્રે ઊંઘ આવતી નથી, ઘન થાય છે, ઝીણે તાવ આવે છે અને શેષ ઉપજે છે.
કે વીર્યક્ષયનું લક્ષણ, शुक्रक्षये चाल्पविचेष्टितानि रोक्ष्यं भ्रमः कम्पनशोषरोषाः । स्त्रीद्वेषितादीनि विरूपता च वैकल्पता संधिषु जातशोषः ॥
વીર્યને ય થવાથી શરીરની ચેષ્ટાઓ મંદ પડે છે, શરીર લૂખું પડી જાય છે, ભ્રમ થાય છે, શરીર કંપે છે, શરીર સૂકાય છે, સ્વભાવ તામસી થઈ જાય છે, સ્ત્રી સંગ ગમત નથી, શરીરનું રૂપ બગડી જાય છે, અંગ છેડવાળાં થઈ જાય છે અને શરીરના સાંધા સૂકાઈ જાય છે.
ધાતુક્ષયની ચિકિત્સા इदानीं संप्रवक्ष्यामि भेषजानि यथाक्रमम् ।
स्नेहनं रूक्षणं चैव तथा विम्लापनं हितम् ॥ રસ વગેરે ધાતુઓના ક્ષયનાં ઔષધે હવે હું તને કહું છું, એ ક્ષયના રેગીઓને કઈવાર સ્નેહન એટલે સ્નેહ પાઈને ચીકણું કરવાનું કોઈવાર રૂક્ષણ એટલે તેમનો કોઠો વગેરે લૂખાં થાય એવાં ઔષધ આપવા; કઈવાર વિશ્લોપન એટલે ક્ષીણ થયેલી ધાતુઓને તાજી કરનારાં ઔષધ આપવાં. કેમ કે એવાં ઔષધો તેમને હિતકારક છે.
રસની વૃદ્ધિ કરનાર ઔષધ. जाङ्गलानि च मांसानि भोजनानि च सेवयेत् गुडूची शृङ्गवरं च यवानीकथितं जलम् ॥ मरिचैः कथितं दुग्धं पाने रात्रौ प्रशस्यते । रसानां तेन वृद्धिः स्यात् क्षयाच्छीघ्रं विमुच्यते ॥
For Private and Personal Use Only