________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૬
હારીતસંહિતા.
અતિશય કસરત કરવાથી, સંગ કરવાથી, રૂક્ષ અન્ન ખાવાથી, રૂક્ષ આહાર જમવાથી, સંતાપથી અને ક્રોધથી કાના ક્ષય થાયછે. ને ક્ષય થવાથી શરીરે દાહ ઉપજે છે, અથવા પાંડુરોગ થાયછે, સોજો ચઢે છે, શ્વાસ ઉપબ્જે છે, ફેર આવે છે, ઊંધ આવતી નથી, ભૂખ તરસ ઘણી લાગે છે, તથા સ્ત્રીસંગથી હર્ષ થતા નથી. એવા રાગીને ઠંડાં અન્ન અને ઠંડાં પાન ખાવા પીવાને આપવાં; કંદનાં શાક આપવાં; પાણુથળ પ્રદેશમાં થયેલા રસ આપવા; તથા દહીં દૂધ વગેરે પદાર્થોનું સેવન કરાવવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદેાષક્ષયની ચિકિત્સા,
त्रिभिर्दोषैः क्षयं प्रातैस्तदा हि मरणं ध्रुवम् । तस्य क्रिया प्रयोक्तव्या साधारणं महामते ! ॥
ત્રણે દોષ ક્ષય પામવાથી ક્ષય ઉપજ્યેા હાય તા રાગીનું જર મરણ થાયછે, હું મોટી બુદ્ધિવાળા વૈધ! એવા રાગીને જે ક્રિયા ત્રણે દોષને સાધારણ હોય તે લાગુ કરવી.
ધાતુક્ષયના ઉપક્રમ,
अथ धातुक्षयं वक्ष्ये हारीत ! शृणु साम्प्रतम् । रसरक्तमांसमेदः प्रत्येकं क्षयलक्षणम् ॥
હું હારીત ! હવે તું સાંભળ; હું તને ધાતુક્ષયનું પ્રકરણ કહું છું. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય, તેમાંના પ્રત્યેક ધાતુ જ્યારે ક્ષય પામેછે ત્યારે કેવાં કેવાં ચિન્હ થાયછે તે હું તને કહું છું.
રસક્ષયનાં લક્ષણ.
रक्षयेऽपि शोषश्च मन्दाग्नित्वं च वेपथुः ।
शिरोरुक मन्दचेष्टत्वं जायते च कुमभ्रमौ ॥
શરીરમાંથી જ્યારે રસ નામે ધાતુનો ક્ષય થાય છે ત્યારે રાગીને ઘણા શાષ પડે છે, જઠરાગ્નિ મંદ થાય છે, શરીર કંપે છે, માથામાં વેદના થાય છે, ચેષ્ટાઓ મંદ થાય છે,શરીરે થાક લાગે છે અને રાગીને ફેર આવેછે.
For Private and Personal Use Only