________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આઠમે.
૪૦૧
वातिकः पैत्तिकश्चैव श्लेष्मकः सान्निपातिकः। पञ्चमो मृद्भक्षणेन वक्ष्ये चैषां तु सम्भवम् ॥
આત્રેય કહે છે–હે પુત્ર! પાંડ નામે જે મોટે રોગ છે તે વિષે તું સાંભળ; હું તને કહું છું. મનુષ્યને પાંચ પ્રકારને પાંડુરોગ થાય છે; એક વાયુથી, બીજે પિત્તથી, ત્રીજે કફથી, સન્નિપાતથી, અને પાંચમે માટી ખાવાથી, એમ પાંચ પ્રકારના પાંડુરોગ થાય છે. હવે એ પાંડુરંગ જે કારણથી ઉત્પન્ન થાય છે તે કહું છું.
પાંડુરોગનું નિદાન, दीर्घाध्वना पीडितो वा ज्वरेण रक्तस्रावात्पीडितो वा व्रणेन । चिन्तायासाद्रोधनाद्वै मनुष्यस्यायं पाण्डुर्जायते सेवते यः॥ क्षारं चाम्लं कल्यमैरेयसेवा अव्यायामान्मैथुनातिश्रमेण । निद्रानाशेनातिनिद्रा दिवापि योगैश्चैतैर्मृत्तिकाभक्षणेन ॥ पथि शिथिलशरीरे रोगसंपीडिते वा लवणकटुकषायासेवनाम्लेन मृद्भिः। अतिसुरतमजन सेवनातिक्रमेण
नयति रुधिरशोषं तेन वै पाण्डुरोगम् ॥ ઘણું લાબે પથે ચાલવાની પીડાથી; તાવથી; લોહી વહી જવાથી;
અથવા નાણું પાડીને તેમાંથી લેહી વગેરે વહી જવાથી, ચિંતા કરવાથી, બહુ પરિશ્રમ કરવાથી; અને શરીરના મળમૂત્ર વગેરેના વેગ અટકાવવાથી પાંડુરોગ થાય છે. વળી ખારૂં, ખાટું, મધ, આસવનું મધ, એ વગેરેને અતિ ઉપયોગ કરવાથી, કસરત ન કરવાથી; મૈથુન કરવાથી, અતિશય શ્રમથી; બિલકુલ ઉંઘ ન આવવાથી; દિવસે અતિશય ઊંઘવાથી; માટી ખાવાથી, માર્ગમાં ચાલવાથી, શરીર શિથિલ થઇ જવાથી; રેગવડે પીડાવાથી; ખારું, તીખું, તુરું, ખાટું વગેરે ખાવાથી;
For Private and Personal Use Only