________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૨
હારીતસંહિતા.
હિંગ, સુંઠ, વજ, જવાનીઅજમો, હરડે, નસેતર, વાવડીંગ, દેવદાર, ચવક, ધાણા, ઉપલેટ, મેાથ, છીણીનાં મૂળ, શાલીપીં, રામના, કડાછાલ, ધમાસે, સતાવરી, રીંગણી, ભેાયરીંગણી, તજ, એલચી, તમાલપત્ર, જીરૂં, પુષ્કર મૂળ, આંબલીની ખરવડ, આમચૂર, આમ્લ વેતસ, જવખાર, સાજીખાર, સિંધવ, સંચળ, વરાગડું, કાચલવણુ, બિડખાર, એ સર્વને સમાન ભાગે લઇને એકઠું કરી ચૂર્ણ કરવું. પછી ગાયના મૂત્રનો એક પટ દઈને તેને છાંયડામાં સૂકવવું. પછી ખીજોરાના રસના ત્રણ દિવસ સુધી પટ દેવા. પછી તે ચૂર્ણમાંથી એક તાલા ખાવું. તેથી શુળરોગ મટી જશે. ગરમ પાણી સાથે એ ચૂર્ણ ખાવાથી વાયુનું શૂળ મટશે. સાકર સાથે ખાવાથી પિત્તળ મટશે. ત્રિકળાને સ્વાથ અને મદ્ય સાથે પીવાથી કકનું શૂળ મટશે. જેમ વાયુ વરસાદનાં વાદળાના સમુદાયનો નાશ કરે છે તેમ આ ચૂર્ણ શૂળ, પેટ ચડવાના રોગ, અંધકાશ, મંદાગ્નિના રોગ, ગુમરેગ, વિદ્રષિ (ગાંઠ) ને રાગ, બરોળના રોગ, ઉદરરોગ, પાંડુરોગ, વિશેષે કરીને તાવ, એ રાગેાના સમુદાયના નાશ કરેછે.
પિત્તશૂળની ચિકિત્સા ધાત્રીફળાદિ ચૂર્ણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धात्रीफलं लोहरजश्च पथ्या व्योषं समांशेन विभाव्य तं तु । रसेन वा दाडिममातुलुयाचूर्ण सिताढ्यं च सपित्तशूले ॥
આમળાં, લોહચર્ણ, હરડે, સુંઠ, પીપર, મરી, એ સર્વે સરખે ભાગે લેને તેને દાડમના તથા બીજોરાના રસના પુટ દેવા. એવી રીતે પુટ આપેલા તે ચૂર્ણને સાકર સાથે ખાવાથી પિત્તશૂળ મટે છે. દાડમાદિ ચૂર્ણ.
बिडालक दाडिमपूतना च धात्रीसमेतं विदधीत चूर्णम् । तन्मातुलुङ्गस्य रसेन भावितं सपित्तशूले शमनाय भक्षेत् ॥
દાડમ, હરડે, આમળાં, એ ત્રણનું ચૂર્ણ કરીને તેને બીજોરાના રસના પટ દેવા. એ ચહું એક તાલે ખાવું તેથી પિત્તળ શમે છે.
For Private and Personal Use Only