________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સામે.
૩૩
- જીવન્યાદિ ધૃત, जीवन्त्याचं घृतं पाने क्षीरं वापि सितान्वितम् ।
कर्तव्यं रेचनं नित्यं पित्तशूलनिवारणम् ॥ ગળે અથવા હશે જેમાં પ્રથમ ગણાવેલી છે એવા ઔષધેના ગણને જીવંત્યાદિ ગણ કહે છે. એ જીવંત્યાદિ ગણના ઔષધોથી સિદ્ધ કરેલું અર્થાત ગળે વિગેરેથી તૈયાર કરેલું ઘી અથવા દૂધ સાકરસહિતા પીવામાં આવે અથવા નિત્ય વિરેચન આપવામાં આવે તે પિત્તશળ મટે છે.
પિત્તશૂળના બીજા ઉપચાર शिशिरसरसतोयागाहनं चन्दनानि विशदपुलिनमध्ये शायनं वै निशासु । कनकरजतकांस्याम्भोजहैमं तुषारं
कृतमिति विधिरेषः पैत्तिके शूलरोगे॥ ઠંડા અને સરસ પાણીમાં સ્નાન કરવાથી, શરીરે ચંદન ચોપડવાથી, નિર્મળ રેતીના ભામાં રાત્રે શયન કરવાથી, સેનાનું, રૂપાનું કે કાંસાનું પાત્ર લઈને તેમાં ભજન કે પાન કરવાથી, કમળનાં પુષ્પની માળાઓ પહેરવાથી, બરફનું કે ઝાકળનું પાણી પીવાથી પિત્તશુળ મટે છે. માટે એ વિધિ પિત્તશૂળના રોગમાં કરો.
પિત્તશૂળનું ભેજન, सितशाल्योद्भवा लाजाः सिता मधुयुतं पयः। दाहं पित्तज्वरं छदि सद्यः शूलं निहन्ति च ॥ जाङ्गलानि च मांसानि भोजनार्थे प्रशस्यते । घृतं क्षीरं समधुरं प्रशस्तं पित्तशूलिनाम् ॥
ધોળી ડાંગરની ધાણી, સાકર, અને મધ, એ સૌની સાથે દૂધ પીવાથી તે દાહને, પિત્તવરને, ઉલટીને અને શળને તત્કાળ મટાડે છે. પિત્તશળવાળાના ભોજનને અર્થે જંગલી પશુઓનાં માંસ હિતકારક છે, તેજ પ્રમાણે સાકર સાથે ઘી અને દૂઘ પણ પિત્તશૂળવાળાને ગુણકારી છે.
For Private and Personal Use Only