________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાતમ.
૩૮૩
गोधूमपोलिकाः श्रेष्ठा भृष्टाङ्गारैररोचके । जाङ्गलानि च मांसानि भोजयेषिद्भगुत्तमः॥
રૂરિતા પીપર, પીપરીમૂળ, ચિત્ર, ચવક અને સુંઠ, એ પાંચને પંચકેલ કહે છે. એ પંચકલના કવાથમાં સિદ્ધ કરેલી યવાગૂ અરૂચિને મટાડનારી છે. અથવા કળથીના કે તુવેરની દાળના કે મગની દાળના યૂષ (ઉકાબેલા પાતળા પાણી) સાથે ભાતનું ભજન એ રૂચિ ઉત્પન્ન કરનારું છે. અથવા હિંગ, સુંઠ, પીપર, મરી, એ ચાર વાનાનાં ચૂર્ણસહિત હરકોઈ અથાણું પણ રૂચિ ઉત્પન્ન કરવામાં વખાણવા યોગ્ય છે. અગસ્તિ વૃત જે પાછળ કહેવામાં આવ્યું છે તે ધી સહિત કરેલું ભોજન અરેચકમાં શ્રેષ્ઠ છે. કારેલાં, પરવળ, ડુંગળી, સૂરણ, પડકરે, મીઠું, ધાણા, એ અરેચકમાં શ્રેષ્ઠ છે. સુંઠ, પીપર અને મરી, એ ત્રણનો અવલેહ પણ હિતકર છે. રીંગણની ભાજી, સરસવની ભાજી, વથુઆની ભાજી, સુવાની ભાજી, હાડીઆકર્ષણની ભાજી, તુંડીરની ભાજી, અને મૂળાની ભાજી એ અચકવાળાને ઉત્તમ છે. વળી અંગારા પર શેકેલી ઘઊંની પિળીયો શ્રેષ્ઠ છે. તથા તેજ પ્રમાણે અરોચક રેગવાળાને જંગલી પશુઓનાં માંસ આપવાં હિતકર છે.
ઇતિ અરોચક ચિકિત્સા इत्यात्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मन्दाग्नि
चिकित्सा नाम षष्ठोऽध्यायः ।
सप्तमोऽध्यायः।
आत्रेय उवाच
ફૂલોગની ચિકિત્સા विना वातेन नो शूलं विना पित्तेन नो भ्रमः । न कफेन विना छर्दिः न रक्तेन विना तमः ॥
For Private and Personal Use Only