________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૭૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
भुक्तोपरि कथितमेव पिबेत् सुखोष्णं तोयं तथोपरि समस्तरसानुभोज्यम् ॥ इति विषमाग्निचिकित्सा ।
રારના, ષડચુરા, કાળું અતિવિખ, તુળસી, સુંઠ, સિંધવ, હીંગ, પીપર, સંચળ, એ ઔષધોનું ચૂર્ણ કરી તેની ગાળમાં ગાળીએ વાળવી. પછી તે ગાળી ખાવાથી વાયુથી ઉપજેલા વિષમાગ્નિ, મટીને તે સમ થાયછે વળી શુળ વગેરેથી યુક્ત અજીર્ણ, વિષમાગ્નિ, વિસૂચિકા, અને વાત શુક્ષ્માદિક સકળ ગુલ્મ, એ સૌને એ ઔષધ મટાડે છે. એ ઔષધ ખાઈને તે ઉપર ઉકાળેલું અને લગાર લગાર ગરમ હોય તેવું પાણી પીવું, તથા તે ઉપર્ સમસ્ત રસવાળું ભોજન કરવું.
તીવ્રાત્રિની ચિકિત્સા
द्राक्षाभयातिक्तकरोहिणी च विदारिका चन्दनवासकं च । मुस्ता पटोलं च किरातकानां कृष्णा बला मूसलिकाविषाणाम् ॥ एलालवङ्गादलपद्मकं च योज्या च शृङ्गी धनिका समांशा । चूर्ण सखर्जूरसितासमेतं घृतेन तं चार्धपलप्रमाणम् । भक्षेत् प्रभाते मनुजः पयश्च निःक्वाथ्य पानं सघृतं विधेयम् । करोति तीव्राग्निसमं प्रकृष्टं कृशस्य पुष्टिं तनुतेऽपि नूनम् ॥ क्लमभ्रमाशोषविनाशनं स्यात् तृष्णातिलौल्यशमनं करोति । सरक्तपित्तं क्षयपाण्डुरोगं हलीमकं कामलमाशु नश्येत् ॥
દ્રાક્ષ, હરડે, કટુ, વિદારીકંદ, ચંદન, અરડુસ, મોથ, પટેાળ, રિચાડું, પીપર, લખીજ, મૂસળી, અતિવિખની ફળી, એળચી, લવિંગ, તમાલપત્ર, પદ્મકાઇ, કાકડાસીંગ, ધાણા, એ સર્વે સમાન ભાગે લઈને તેનું ચૂણ કરવું; પછી ખજૂર અને સાકર તેમાં મેળવવાં, પછી તેમાંથી એ તેાલા લેખને ધી સાથે સવારમાં ખાવું. તથા તે ઉપર દૂધમાં ધી નાંખીને ઉકાળીને પીવું. એથી કરીને તીવ્રાગ્નિ હોય તે તે સમાગ્નિ થાય છે. અને જે પુરુષ શરીરે કૃશ હોય તે તે પુષ્ટ થાય છે. વળી શ્રમ, ભ્રમ, અને શેષ, એ રાગના એ ઔષધથી નાશ થાય છે. અતિશય તરસ લાગતી હોય અથવા ખાવાની અતિશય લલુતા થતી હોય
For Private and Personal Use Only