________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૭૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पचेन्मृद्वग्निना तावद्धृतं यावत्प्रदृश्यते । अवतार्य प्रयोक्तव्यं पाने भोजनकेपि वा ॥ मंदाग्नीनां च गुल्मानामजीर्णानां विनाशनम् । ग्रंथ्यर्बुदापचीकासशूलश्वास निवारणम् ॥ ग्रहणीश्वयथूनां च कृमीणां गुदकीलकम् । अर्शसां बस्तिशूलानां हृद्रोगाणां विशेषतः ॥ नाशयेच्चाशु योगाच्च भास्करातिमिरं यथा । मंदाग्नीन नाशयत्येव कृतं चेति ह्यगस्तिना ॥
॥ ૫ત્ત્વધૃતમ્ ॥
પીપર, ચિત્રા, ચવક, પીપરીમૂળ, અજમાદ, ગજપીપર, જવખાર, સાદખાર, સિંધવ, સંચળ, વરાગડું, કાચ લવણ, બીડ લવણુ, એ સર્વે એ એ તેાલા લેવાં. પછી એ સર્વમાં ચોસઠ તાલા જવની કાંજી, ચોસઠ તાલા ધી, ચોસઠ તાલા આદાનો રસ, ચોસઠ તાલા ભાંગરાને રસ, ચાંસઠ તાલા બીજોરાના રસ, ૧૨૮ તાલા દહીં અને તેટલુંજ માખણ નાખવું. પછી એ સર્વેને ચુલે ચઢાવીને ધીમાં તાપથી પકવવું, જ્યારે ધી માત્ર શેષ રહે ત્યારે તેને નીચે ઉતારીને ગાળી લેવું. તથા એ ઘી ખાવામાં પીવામાં વાપરવું. એ ધી મંદાગ્નિના, ગુલ્મ રાગના, તથા અર્જુને નાશ કરનારૂં છે. વળી તે ગ્રંથી, અર્બુદ, ન પાકે એવી ગાંડ, ખાંસી, શળ અને શ્વાસને મટાડે છે. ગ્રહણી, સાજે, કૃમિરોગ, ગુદકીલક નામે અર્થ રાગના એક પ્રકાર, પેઢુંમાં થતું ફળ અને વિશેષે કરીને હૃદયના રોગ, એ સર્વને જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ, નાશ કરે છે. આ ધૃત અગસ્ત્ય મુનિએ કરેલું છે. તે મંદાગ્નિને તેા મટાડેજ છે.
સિંહરાજ ચૂર્ણ.
एकः प्रदेयो रुचकस्य भागो ह्यर्धोजमोदस्य च सैंधवस्य । सुंठ्यास्त्रयं वा मरिचस्य भागौ चूर्ण चतुर्थ सितजीरकस्य ॥ तत्रेण पानात्कफवातरोगांस्तद्भोजनांते पदुद्दीपनाद्वैौ । श्रीसिंहराज्ञा कथितं तु चूर्ण लोहोदराजीर्णविसूचिकायाम् ॥
For Private and Personal Use Only