________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૬
હારીતસંહિતા.
ગુમના હેતુ અને સંપ્રાપ્તિ
अतः प्रकोपं वक्ष्यामि येन कुर्वन्ति बाधकम् ॥ स्वभावात् पित्तरक्ताद्याः सेवते ऽम्लविदाहिकम् । उष्णं च क्षारमद्यं वा चोष्णपानाति सेवनात् ॥ तथा शोकः श्रमोऽध्वानां शोषात् संक्षोभनादपि । उच्चभाषणगानेन धनुर्ज्याकर्षणेन च । पृष्ठे मुष्टयाभिघातेन हृदये ताडनेन वा ॥ भारेणोद्धरणाद्वापि रक्तं शोषयते हृदि । तेन गुल्मेति नाम तु जायते रक्तपित्तकम् ॥ कदाचित् त्रिषु दोषेषु सम्भवश्चास्य दृश्यते ॥ वातेनोदीरितं चैव कफेन च घनीकृतम् । पित्तेन पाकतां प्राप्तं त्रिदोषसंभवं यकृत् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે એ ગુલ્મ જેણે કરીને કાપીને શરીરને પીડા કરે છે. તે હું કહું છું. જે માણસના શરીરમાં સ્વભાવથીજ પિત્તનો કે રક્તના કે એવાજ બીજા દેષો પ્રકોપ છે તે માણસ જ્યારે ખાટા કે દાહકર્તા પદાર્થોનું સેવન કરેછે, અથવા ગરમ પદાર્થ, કે ક્ષાર, કે મધ, અથવા અતિશય ગરમ પાણીનું સેવન કરેછે, તેમજ રોગીને શોક કે માર્ગમાં ચાલવાનો શ્રમ, કે શેષ થાયછે, ત્યારે રક્ત અને પિત્તથી ગુમ ઉપજે છે. વળી સંક્ષોભ કરનારાં કારણોથી, ઘણા ઘાંટા તાણીને ખેલવાથી કે ગાવાથી, ધનુષ્ય પણુછ ખેંચવાથી, ખરડામાં મુક્કી વાગવાથી, છાતીમાં મુક્કી વગેરે વાગવાથી, ઘણા ભાર ઉપાડવાથી અને કોઈ પદાર્થ જોરથી ખેંચી કાઢવાથી, છાતીમાંનું રક્ત શોષાય છે અને તેથી રક્ત તથા પિત્ત વિકાર પામીને ગુમા ઉત્પન્ન કરેછે. કોઈ વખત ત્રણ દોષવડે પણ ગુક્ષ્મ ઉત્પન્ન થાય છે. વાયુ યકૃતને સ્થાનથી ચલાયમાન કર છે, ક વડે તે ઘટ થાય છે, અને પિત્તવડે તે પાકે છે. એવી રીતે યકૃત ગુમ ત્રિદોષથી પેદા થાયછે.
For Private and Personal Use Only