________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૦
હારીતસંહિતા.
ધંતૂરા, હળદર, કાહાળાના વેલા, અરસાનાં પાંદડાં, સૂરણ, એ સર્વને તીવ્ર અગ્નિમાં બાળીને ભસ્મ કરવાં. પછી તે ભસ્મને પાણીમાં એગાળીને તેમાંથી નીરનું પાણી લેઈને તેને ખાળવું અને છેવટે જે ક્ષાર રહે તે લેઇ લેવા. આ ક્ષારને પાણીમાં ઓગાળીને પીવા તથા તે ઉપર સારી રીતે દૂધ પીવું. એ ક્ષાર શૂળ, પેટ ચઢવાના વ્યાધિ, બંદુકોષ્ટ, શુભ, કના વ્યાધિ, અને કમળે! એ રાગોને મટાડે છે. વળી તે વિદ્રધિ રાગમાં, છાતીના સ્થૂળમાં, પાંડુરોગમાં, ગ્રહણીમાં, સેાજાના વ્યાધિમાં, અશૈ રાગમાં, પીનસ રાગમાં, જઠરાગ્નિ મંદ થઇ ગયા હોય તે રાગમાં, તાવની પીડામાં, કૃમિ રોગમાં, શુભ્રંશ રાગમાં, પ્રમેહમાં, અંડ વૃદ્ધિ રોગમાં, દાહ રોગમાં, શૂળ રોગમાં, ખાંશીના રાગમાં, ઓડકાર ઘણા આવવાના રાગમાં, ઉલટીમાં અને ખરેળના રાગમાં હિતકારક છે. યકૃત્ સુક્ષ્માદિકમાં પથ્ય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क्षते क्षये यकृत्पूर्व सोपवासं च पाचनम् ।
न देयं हि संयुक्तं चूर्ण हंति तदातुरम् ॥
રાગીને વાગ્યું હાય અથવા ઉરઃક્ષત ક્ષય થયા હોય તેમાં અથવા યકૃતના રોગ થયા હોય તેમાં પ્રથમ રાગીને ઉપવાસ કરાવ્યા પછી જે પાચન ચૂર્ણ આપવામાં આવેછે તે ચૂર્ણ હિંગ સાથે ન આપવું; કેમકે જે હિંગ સાથે આપવામાં આવે તા તે ચૂર્ણ. રોગીને હણે છે. નિષ્ઠાદિ ક્વાથ.
निम्बनीपधववेतसं निशा काश्मरी च तुलसी च हिंसिका । क्वाथ एव हृदयामयापहः शूलमाशु यकृतश्च नाशकृत् ॥ લીંબડો, કદંબ વૃક્ષ, ધાવડા, નેતર, હળદર, કાશ્મરી, તુલસી, રીંગણી, એ ઔષધોને વાથ હૃદયના રોગને નાશ કરનારા છે; તેમ તે અને યકૃત્ના રાગતે પણ જલદી મટાડનાર છે.
શૂળ
સૌરાષ્ટ્રિકાદિ ક્વાથ.
सौराष्ट्रकासीसमहौषधानि दुरालभाजाजिप्रवालकं च । दाव यवानी ककुभं समङ्गा क्वाथः ससर्पिर्यकृदाशु हन्ति ॥ સારડી માટી, હીરાકસી, સુંઠ, ધમાસા, જાઈનાં પાંદડાં, દારહળ
For Private and Personal Use Only