________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય થે.
૩પપ
આમાજીર્ણમાં શરીરમાં ભીનાશ અને ગાલ તથા આંખની ભમરે ઉપર થર આવે છે, હાથપગમાં ગેટલા ચડે છે, બેભાનપણું થાય છે અને તરસ લાગે છે.
વિદગ્ધાજીર્ણનું લક્ષણ शूलाध्मानं वेपथुः कंठशोषो मूर्छानिद्रोद्गीर्णस्वेदप्रयुक्तः ॥ गात्राणां वै पीडनं विविबंधो लिंगान्येवं विद्ध्यजीणे विदग्धे ।
વિદગ્ધાજીર્ણનેજ પાછળ પાછણે કહ્યું છે. એ અજીર્ણમાં રોગી બેભાન થાય છે, ઊંઘે છે, શરીરમાંથી પરશેવો નિકળે છે, અંગ પીડાય છે અને ઝાડો કબજા થાય છે. વિદગ્ધાજીર્ણનાં એવાં ચિન્હ છે એમ જાણવું.
વિષ્ટબ્ધાજીર્ણનું લક્ષણ, मूर्खाजूंभा गौरवं विद्धिबंधः शूलस्वेदो नेत्रगंभीरता च ।
આ અજીર્ણમાં રેગી બેભાન થાય છે, બગાસાં આવે છે, શરીર ભારે થાય છે, ઝાડે કબજ થાય છે, શૂળ ઉત્પન્ન થાય છે, પરસેવો વળે છે, અને આંખો ઊંડી જતી રહે છે.
રસશેષાજીર્ણનું લક્ષણ तंद्राद्वेषो भोजने वा भ्रमश्च शीर्षे पीडा जायते वै रसांशैः॥
રસશેષ અજીર્ણમાં રેગીને ઘેન થાય છે, અન્ન ઉપર દ્વેષ થાય છે, ફેર આવે છે, અને માથામાં પીડા થાય છે.
દિનપાકી અજીર્ણનું લક્ષણ, बहुभुक्तेन चान्नेन जठराध्मानमेव च । निर्दोष दिनपाक्यं च भुक्ताजीर्ण निगद्यते ।
અન્ન ઘણું ખાવાથી જઠર ફૂલે છે, પણ કોઈ દોષનો પ્રકોપ થતું નથી; એ રીતે ખાધેલું અન્ન એક દિવસમાં પચી જાય છે. એને કઈ ભુક્તાજીર્ણ કહે છે.
For Private and Personal Use Only