________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચેાથે.
૩૬૧
કફના રોગવાળાને, હૃદયના રોગવાળાને, માથાના રોગવાળાને છાતીમાં ગભરાટ થતો હાય તેને અને સળેખમવાળાને, દિવસે સૂવું હિતકર નથી માટે તેમણે દિવસે સૂવું નહિ. વિસૂચિકા ઉપર અંજન ત્તિ.
फलत्रयं व्योषकरञ्जबीजं रसं तथा दाडिममातुलुङ्गयाः । निशायुतं पेष्य कृता च वर्तिस्तदञ्जने हन्ति विषूचिकां च ॥
હરડે, બહેડાં, આમળાં, સુંઠ, પીપર, મરી, કરંજનાં બીજ, દા ડિસના અને બીજોરાનો રસ, હળદર, એ સધળાંને વાટીને તેની વાટ બનાવી તે આંખમાં આંજવાથી વિસૂચિકા મટે છે.
રાસ્નાદિ મર્દન.
रास्ना विशाला च सुराह्नकुष्ठं शिश्रू वचानागरकं शताह्वम् । अम्लेन पिष्टा वपुषं विमर्द्य खल्लीं विषूचीषु निवारयन्ति ॥
રાસના, ઈંદ્રવારણી, દેવદાર, ઉપલેટ, સરગવો, વજ, સુંઠ, સુવા, એ સર્વને ખાટી કાંજીમાં વાટીને તે શરીરે ચાળવાથી હાથ પગે ખાલી ચઢી જતી હાય કે ગાદલા ચઢતા હોય તે તથા વિચિ રોગ મટે છે. વિસૂચિમાં સ્વેદ વિધિ,
स्वेदो विधेयो घटबाष्पधान्यैर्धूमैर्घटीभिर्वसनैस्तथोष्णैः । तयोष्णपाणिप्रतिसेक एवं जयेद्विषूचीं जठरामयांश्च ॥
ઘડામાં પાણી ભરી તેની વરાળથી, ધાન્યાદિ બારીને તે પેટ વગેરે ઠેકાણે બાંધવાથી, દેવતામાં સુવા વગેરે નાખી તેને ધૂમાડા દેવાથી, ધડામાં પાણી ભરીને તેવડે, કપડાં ગરમ કરીને તેવડે, અથવા હાથ ગરમ કરીને તેવડે, રાગીને શેક કરવાથી વિસૂચિ અને જઠરના વ્યાધિ મટે છે.
ગંધકાદિ ગુટિકા.
गन्धकं सैन्धवं व्योषं निम्बूरस विमर्दितम् । आतुरो भक्षयेच्छीघ्रं विषूचीनां निवारणम् ॥
इत्यजीर्णचिकित्सा |
ગંધક, સિંધવ, સુંઠ, પીપર, મરી, એ સર્વને લીંબુના રસમાં વાટીને તેની ગોળી કરીને રોગીએ તરતજ ખાવી; કેમ કે તે વિસૂચિના રોગને મટાડનારૂં ઔષધ છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने गुल्मचिकित्सा नाम चतुर्थोऽध्यायः ।
૩૧
For Private and Personal Use Only