________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પાંચમે.
શરીર કે શરીરના વાળ રૂક્ષ રાખવાથી, અતિ મેલા રાખવાથી, પરસેવાથી, ચિંતા કરવાથી અને અતિશેકથી, કફ નામના ધાતુમાંથી લીખ અને જૂનામનાં જીવડાં ઉત્પન્ન થાય છે. જૂ નો રંગ કાળો હોય છે. પણ બીજી એક પ્રકારની જૂ થાય છે તે ધોળી હોય છે અને તે ચામડી સાથે વળગી રહે છે. એ ત્રીજા પ્રકારને કૃમિ જાણે ચોથી એક ચામજૂ કરીને થાય છે તે ઘણી સૂક્ષ્મ અને ચપટી હોય છે. તે જૂ રૂક્ષ હોય છે અને તેને રંગ ચામડીને જેવો હોય છે. એથી જૂ બિંદુકા નામે થાય છે તે મૂત્રમાંથી ઉત્પન્ન થાય છે અને તેને આકાર ગોળ હોય છે. માકણ એ પણ જૂનો જ એક પ્રકાર છે માટે તેને પાંચમા પ્રકારની જૂ ગણી છે તથા તે શરીરથી અલગ રહીને ઉપદ્રવ કરે છે. કાળી જૂ માથામાં (માથાના વાળમાં) રહે છે. ધોળી જૂ વસ્ત્રમાં રહે છે. ચામધૂ નેત્રની પાંપણમાં વળગી રહે છે. એક પ્રકારની છઠ્ઠી જૂ થાય છે તે શરીરના સૂક્ષ્મ રૂવાટાંમાં વળગી રહે છે. તથા તનુપ્લવંગ નામની સાતમી જૂ પણ મનુષ્યને ઉપદ્રવ કરનારી થાય છે.
કૃમિ ઉત્પન્ન થવાને હેતુ, रुक्षानगोधूमयवान्नपिष्टैर्गुडेन वा क्षीरविपर्ययेण । दिवाशयानेन सपिच्छलेन पापोदकासेवनयाशरत्सु ॥ धर्मेण तापोदकसेवनेन संजायते तेन मलाशयेषु । क्रिमित्र कोष्टविकारकारि ॥
રૂક્ષ અન્ન ખાવાથી, ઘઊંના કે જવના લોટના પદાર્થો ખાવંડ, ગોળ ખાવાથી, દૂધના વિકાર ખાવાથી, દિવસે ઊંધવાથી, ચીકણા (પિ. ચ્છિલ) પદાર્થો ખાવાથી, બગડેલાં પાણી વાપરવાથી, પરસેવાથી કે તાપથી, તપેલાં પાણી પીવાથી, એવાં એવાં કારણોથી ભલાશયમાં કૃમિનો સમુદાય ઉત્પન્ન થાય છે તથા તે કોઠામાં વિકાર ઉત્પન્ન કરે છે.
છ પ્રકારના અંદરના કૃમિનાં નામ, षविधास्ते समुद्दिष्टास्तेषां वक्ष्यामि लक्षणम् । कफकोष्टा मलाधार कोष्ठे सर्पन्ति सर्पवत् ॥
For Private and Personal Use Only