________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પાંચમો.
૩૬૫
સૂચિમુખ નામે કૃમિના ઉપદ્રવાળાનાં આંતરડાંમાં જાણે સોયે ભોંકાતી હોય તેવી વેદના થાય છે. ઝાડામાં લોહી પડે છે. અથવા કેટલાંક કૃમિઓ યકૃતને ખાવા માંડે છે. અથવા અતિશય લેહીની ઉલટી થાય છે. મેઢામાં મેળ આવે છે. અરૂચિ ઉપજે છે, જડતા પ્રાપ્ત થાય છે, અગ્નિ મંદ થાય છે, શરીર કંપે છે, તષા ઉત્પન્ન થાય છે અને ઝીણે તાવ આવે છે, એ લક્ષણે સૂચિમુખ નામે કૃમિની પીડાનાં છે.
ધાન્યાંકર કૃમિનું લક્ષણ, ये च धान्याङ्कुरास्तेषां वक्ष्याम्यथ च लक्षणम् । मलाशयस्थाः किमयो मलं जग्धन्ति ते भृशम् ॥ तैस्तु संपीडिते देहे कृशत्वं विड्विभेदनम् । विष्टंभं रोमहर्षे च व्यवाये वैमनस्यता ॥ गुदे कंडूः श्रमो ग्लानिनॆत्रे क्लेदः परूषता। गाने रुजत्वं हृत्क्लदो लघवः कृमयो विदुः॥
હવે જે કૃમિ ધાન્યના અંકુર જેવા ઝીણા થાય છે તેમનું લક્ષણ કહું છું. એ કૃમિઓ મળાશયમાં રહે છે અને તે અત્યંત મળને ખાય છે. એ કૃમિઓથી જ્યારે દેહ પીડિત થયે હેય ત્યારે શરીર કૃશ થાય છે અને ઝાડો નરમ થાય છે. વળી ઝાડાને અટકાવ થાય છે એટલે ખુલાસાથી ઝાડો થતો નથી, રૂવાં ઉભાં થાય છે, મૈથુનાદિ ઉપર પ્રીતિ થતી નથી, ગુદામાં ચળ આવે છે. શરીર શ્રમિત થયું હોય એમ લાગે છે, રેગી દીન સર થાય છે, આંખમાં પાણી ભરાય છે, શરીર ખસટ થાય છે, અગમાં પીડા થાય છે અને છાતીમાં ગભરાટ થાય છે. એ ઝીણું કૃમિએનાં લક્ષણ છે.
હારતે કરેલી શંકા, हारीतः संशयापन्नः पादौ संगृह्य पृच्छति । कथं देहे मनुष्यस्य मलमूत्ररसाशये ॥ संभवन्ति कथं चादौ वर्धयन्ति कथं पुनः । कथं च जीर्णेऽन्नरसे नानाहारविभक्षणे ॥
For Private and Personal Use Only