________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~
તૃતીયસ્થાન–અધ્યાય ચે.
૩૫૧ ~~ ~ ~ દર, જવાન અજમે, સાદડ, મજીઠ, એ ઔષધના ક્વાથમાં થી નાખીને પીવાથી તે યકૃતના રોગને તકાળ મટાડે છે.
અષ્ટીલા નામની ગાંઠનું નિદાન, श्रमातुरेण पानीयं पीत्वा धावति वेगतः । धावितो वा पिबेत्तोयं भुक्तं वातिविदाहि च ॥ तथा चामांबुपानाद्वा दुर्जरः पललेन वा ।
साष्ठीलानाम विख्यातो गुल्मोबुकाश्रितोपिवा ॥ કોઈ મનુષ્ય માતુર હેઈને તરત પાણી પીએ અથવા પાણી પીને તરત વેગથી ડે, અથવા દોડી આવીને તરતજ પાણી પીઓ, અથવા અતિશય દાહ કરે એવું કાંઈ ખાય, અથવા કાચું પાણી પીઓ, અથવા ન પચે એવું માંસ ખાય, તે તેથી અષ્ટીલા નામે ગાંઠ ઉત્પન્ન થાય છે તે કઈ વખત પાણીથીજ ઉત્પન્ન થાય છે.
અષ્ટીલાના લક્ષણ, तेन हृल्लासशूलं वा रोधाध्मानं च वेपथुः । सल्लते चंक्रमणाञ्च भुक्तं चान्नं न जीर्यति ॥ तृष्णातीसारवमनं गात्राणां दाघमेव च । एतैलिंगैः समायुक्तं जानीयाद्गुल्मपीडितम् ॥
तस्मात्तस्य प्रतीकारं वक्ष्यामि शृणु पुत्रक । અષ્ટીલા નામે ગુલ્મને લીધે રોગીને છાતીમાં ગભરાટ થાય છે, શૂળ આવે છે, છાતીમાં અટકાવ થઈ આવે છે, પેટ ચઢે છે, શરીર કપ છે, ચાલતી વખતે ગાંઠ હાલે છે, ખાધેલું અન્ન પચતું નથી, તરસ લાગે છે, અતીસાર થાય છે, ઉલટી થાય છે, શરીરે દાહ થાય છે, એવાં ચિન્હવડે યુક્ત રેગીને અટીલા નામે ગુલ્મથી પીડિત છે એમ જાણવું. માટે હે પુત્ર! એ રોગના ઉપાય હું તને કહું તે સાંભળ.
પથ્યાદિ પાચન કવાથ, पथ्यासमंगाकलसीसराना महौषधं चातिविषासुराहम् । जलेन निःक्वाथ्य ततश्च पानं गुल्मामयानां प्रतिपाचनं च ॥
For Private and Personal Use Only