________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચે.
૩૪૫
चतुर्थोऽध्यायः।
आत्रेय उवाच ।
ગુલમની ચિકિત્સા,
शृणु पुत्र! प्रवक्ष्यामि गुल्मानां चैव लक्षणम् । तस्मात् तेषां प्रतीकारमौषधानि विशेषतः॥
આત્રેય કહે છે – હે પુત્ર! હું તને ગુલ્મનાં લક્ષણ કહું છું તે તું સાંભળ. અને તે પછી તેની ચિકિત્સા તથા તેનાં ઔષધે વિશેષ કરીને કહું છું તે સાંભળ.
ગુલ્મના પાંચ પ્રકાર, पञ्चधा संभवत्येते गुल्मा जठरसंसृताः । हृत्कुक्षौ नाभिबस्तौ च मध्ये च पञ्चमः स्मृतः ॥ हृदयस्थो यकृन्नाम कुक्षौ साष्ठीलिकोच्यते । मध्ये प्लीहा समाख्यातो बस्तौ चण्डविवृद्धकः । नाभौ संलक्ष्यते ग्रन्थी नामान्येषां पृथक पृथक् ।
જઠરમાં ઉત્પન્ન થયેલા ગુલ્મ પાંચ પ્રકારના થાય છે. એક હૃદયમાં, બીજે કુખમાં, ત્રીજે નાભિમાં, ચે બસ્તિમાં, અને પાંચમે પેટની વચમાં, એ પાંચ જગાએ ગુલ્મ થાય છે. જે ગુલ્મ હૃદયમાં થાય છે તેને યકૃત કરીને કહે છે, જે ગુલ્મ કૂખમાં થાય છે તેને અકીલા કરીને કહે છે, જે ગુલ્મ પેટની વચમાં થાય છે તેને પ્લીહા (બરોળ) કરીને કહે છે, જે ગુલ્મ પેડુમાં થાય છે તેને ચંડવિવૃદ્ધક કરીને કહે છે, અને જે ગુલ્મ નાભિમાં થાય છે તેને ગ્રંથી કરીને કહે છે. એવાં તેમનાં જુદાં જુદાં નામ છે.
For Private and Personal Use Only