________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
હારીતસંહિતા.
શાલીપર્યાદિ પાન, शालिपर्णी पृश्निपर्णीबलाविल्वैस्तु साधितः। दाडिमाम्लो हितः पेयः पित्तातीसारशान्तये ॥
શાલીપણું, ક્ષિપણું, બળબીજ, બીલીઓ, એ ષધોના કવાથથી સિદ્ધ કરેલી દાડમની ખટાઈ પાવાથી પિત્તાતીસાર મટે છે. અથવા “દિમાાતિપિયા” એ પાઠ લઈએ તે “ઉપર કહેલા ઔષધના ક્વાથમાં સિદ્ધ કરેલી પિયામાં દાડિમની ખટાઈ નાખીને પીવાથી તે પિત્તાતીસારને મટાડે છે,” એવો અર્થ થાય.
કુશમૂલાદિ કવાથ. कुशकाशेक्षुमूलानां शालीनदवंजुलैः।
मूलानां काथमाहृत्य शस्तं-पित्तातिसारिणाम्। .. દાભનાં મૂળ, કાસનાં મૂળ, સેરડીનાં મૂળ, ડાંગરનાં મૂળ, વીરણવાળાનાં મૂળ, નેતરનાં મૂળ, એ સઘળાં મૂળોને ક્વાથ કરીને પાવાથી પિત્તાતીસાર મટે છે. એ વાથે હિતકર છે.
ધાન્યપંચકાદિ કવાથ. धान्यपश्चकमूलानां क्वाथः पित्तातिसारिणाम् ॥ ધાણા, મોથ, સુંઠ, બાળબીલી, અને વીરણવાળો, એ ધાન્ય પંચક કહેવાય છે. એ ધાન્યપંચક તથા શાલીપણું, પૃષ્ટીપણું, રીંગણી, ભોરીંગણી, ગેખર એ પંચમૂળ, એ ઔષધોનો ક્વાથ પિત્તાતીસારને મટાડે છે.
શાલીભૂલ કક, शाल्मलीमूलत्वगुडदुग्धेन च पेषितं पानम् । पित्तातिसारशमनं सरक्तदाहेन शोषहरम् ॥
इति पित्तातिसारः।
१ दाडिमाम्लाहितापेया. प्र० २-३. २ नलभवैर्जलैः प्र० १..
For Private and Personal Use Only