________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ત્રીજે.
શીમળાના મૂળનું છોડું લાવીને તેને ગાળ તથા દૂધમાં વાટવું અને પીવાય એવું પાતળું કરીને તેને પીવું. એ ઔષધ પિત્તાતીસારને શમાવનારું તથા રકત, દાહ અને શેષ એ વિકારે પણ મટાડનારું છે.
ઈતિ પિત્તાતીસાર,
કફાતીસારના હેતુ दुःस्वप्नादिश्रमाद्वै सहजजडतया शीतसंसेवनेन स्निग्धाहारातिभोज्यात् सतिलपलगुडैश्चक्षुखण्डैर्गुरूणाम् । शीतातिस्नानगौल्यात् पयसि दधियुताहारसंसेवनाच जातः श्लेष्मातिसारो जठरजहुतभुध्वंसकारी च रौद्रः॥
નઠારા સ્વમ આવવાથી (અથવા દિવસે સૂવાથી), શ્રમથી, સહજ જડ૫ણાથી, અતિ શીતળતા સેવવાથી, સ્નિગ્ધ (ચીકણું) આહાર ખાવાથી, અતિશય ખાવાથી, તલ, માંસ અને ગોળ ખાવાથી, સેરડી અને ખાંડના પદાર્થો ખાવાથી, ભારે પદાર્થો ખાવાથી, અતિ શીતળ પાણીથી સ્નાન કરવાવડે, ગોળથી બનાવેલું મધ પીવાથી, દૂધ અને દહી મિશ્ર થાય એમ ભોજન કરવાથી, એવા કારણથી કફ કોપીને અતિસાર ઉત્પન્ન કરે છે તેને કફાતીસાર કહે છે. એ અતીસાર જઠરાગ્નિનો નાશ કરનાર અને ભયંકર છે.
કફતસારનાં લક્ષણે तेन श्लेष्मा युक्तमेवारुचिः स्यात् सान्द्रं विलं जाड्यता रोमहर्षः। मन्दाग्नित्वं मन्दवेगो विचेष्टः
सालस्योऽयं विद्धि सारः कफोत्थः ॥ કફાતીસારથી ફફસહિત, ઘાડો અને કાચા માંસ સર ગંધાતો ઝાડે થાય છે. રોગીને અન્નાદિકની અરૂચિ થાય છે, શરીર જડ થાય છે; રૂવાં ઉભાં થાય છે, જઠરાગ્નિ મંદ થાય છે, તેને વેગ મંદ થાય છે, તે ચેષ્ટાઓ કરતો નથી; હાલચાલ કરતે નથી; અને તેના શરીરમાં આળસ ભરાય છે; એ લક્ષણેથી કફથી ઉત્પન્ન થયેલો અતિસાર જાણુ.
१ दिवास्वप्नात. प्र. ३ जी. २ शुष्कभेदा प्र० १ ली.
For Private and Personal Use Only